ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જૂન 2020 (17:00 IST)

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. બીજી બાજુ ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળે નીકળતી ભગવાન જગન્નાથજીની પારંપરિક રથયાત્રા કાઢવા અંગે રાજય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નહીં હોવાની સ્પષ્ટતા રાજય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કરી છે.પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આ બાબતનો ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ પારંપરિક રથયાત્રા નીકળતી હોય છે જોકે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ કોરોના ઉપર અંકુશ મેળવવા પૂરતી સારવાર અને તબીબી સવલતો ઉપલબ્ધ કરાવી છે.