શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 ઑક્ટોબર 2021 (16:01 IST)

સોમનાથ મંદિરની હવાઈ પેટ્રોલીંગ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ

મંદિરની અને દરિયાઇ સુરક્ષા વધુ મજબૂત બનાવવા હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઓછી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ 
 
અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે
આજે અચાનક જ સોમનાથ મંદિરની ઉપરથી હેલિકોપ્ટર ફરતા દેખાતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી
પરંતુ કોઇ જ એવી અનિચ્છનીય ઘટના બની નથી. વાત એમ છે કે સોમનાથ મંદિરની અને દરિયાઈ સુરક્ષાને લઈ કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરોએ હવાઈ પેટ્રોલિંગ કર્યું હતું. તાજેતરની ઘટનાઓ બાદ દરિયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખતા Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના ભાગરૂપે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.