ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 જુલાઈ 2020 (14:13 IST)

વલસાડ એસટી ડિવિઝને અમદાવાદ ઉત્તર ગુજરાત જતી 50 ટ્રીપ રદ્દ કરી

અમદાવાદ અને સુરતમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખીને એસટી નિગમે અમદાવાદ જતી તમામ ટ્રીપો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વલસાડ ડિવિઝનની અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતી 50 જેટલી ટ્રીપો રદ્દ કરવાનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો હતો. જેને લઈને વલસાડ એસટી ડિવિઝનને અંદાજે 1 લાખની ખોટ જશે. વલસાડ ડિવિઝનની ઉત્તર ગુજરાત જતી તમામ બસોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતી તમામ ટ્રીપો રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વલસાડ એસટી ડિવિઝનમાં આવતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આવતા એસટી ડેપોની 50 જેટલી ટ્રીપો રદ્દ કરવામાં આવશે. વડોદરા અને સૌરાષ્ટ્રની તમામ ટ્રીપો ચાલુ રહેશે. વલસાડ એસટી ડિવિઝનમાં અમદાવાદ અને ઉત્તર ગુજરાતની 50 ટ્રીપો રદ્દ થતા રોજની 1 લાખની અવાક ઉપર મોટી અસર પડશે. એસટી બસમાં માત્ર 60% યાત્રીઓ સાથે ટ્રીપ દોડાવવામાં આવી રહી છે.  આ અંગે વલસાડ એસટીના વિભાગીય નિયામક ડીવી ચૌધરીએ કહ્યું હતું કે  વલસાડ એસટી ડિવિઝનની 50 ટ્રીપો રદ્દ થતા ડિવિઝનને રોજની 1 લાખની આવાક ઓછી થશે. અમદાવાદ અને સુરતમાં વધતા કેસોને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. તમામ ડેપો ઉપર યાત્રીઓને સ્ક્રીનિંગ કરીને બસમાં બેસાડવામાં આવશે. સુરતથી બસમાં બેસતા યાત્રીઓનું વધારે ધ્યાન રાખીને સુરત ડેપો ઉપર ખાસ સ્ક્રીનિંગ કરીને કરીને બસમાં બેસાડવામાં આવશે.