સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 26 માર્ચ 2021 (09:54 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટી: માલેતુજારોને મળી ગયું વધુ એક વેડિંગ ડેસ્ટીનેશન, કોન્ડનાસ્ટ પુરી પાડશે ઉત્તમ સેવા

પ્રતિષ્ઠિત લકઝરી એન્ડ લાઈફસ્ટાઈલ ટ્રાવેલ મેગેઝીન કોન્ડે નાસ્ટેસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા  ટેન્ટ સીટી 1ને ભારતમાં લગ્ન કરવા માટેની ઉત્તમ હોટેલ્સમાં સ્થાન આપ્યુ છે. મેગેઝીને આ સ્થળનુ વર્ણન ‘ડેસ્ટીનેશન વીથ એ ડીફ્રન્સ’ તરીકે કર્યુ છે. 
કેવડિયા ખાતેના ટેન્ટ સીટી 1નો સમાવેશ તદ્દન નવાં નહી તો, દેશમાં હેરિટેજ હોટેલ્સ અને ઉચ્ચ સ્તરના લકઝરી રિસોર્ટસનુ પ્રભુત્વ ધરાવતાં નવાં ડેસ્ટીનેશન વેડીંગનાં સ્થળોમાં કરાયો છે.
“વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડીક મિનીટોના અંતરે આવેલુ ટેન્ટ સીટી એ ‘ડેસ્ટીનેશન વીથ એ ડીફ્રન્સ’ છે. નર્મદા નદીના કાંઠે, આધુનિક સગવડો ધરાવતા 60 ટેન્ટસને આ પ્રાકૃતિક સ્થળને વચ્ચે આવરી લેવાયા છે. વેડીંગ પેકેજમાં તમારા માટે સુશોભનથી માંડીને  ભોજન અને પરિવહન સુધીની બાબતોનો સમાવેશ થાય છે.” તેવુ કોન્ડનાસ્ટ ટ્રાવેલર ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ટેન્ટ સીટી 1નું વર્ણન કરતાં જણાવે છે.
અપાર હરિયાળા વિસ્તાર વચ્ચે  આવેલા આ વૈભવી સ્થળ નજીક નર્મદા નદી અને બંને તરફ સાપુતારા અને વિંધ્યાચલની પર્વત માળા આવેલી છે. લકઝુરિયસ ટેન્ટ સીટી 1કુદરતી સૌંદર્યથી વીંટળાયેલુ સ્થળ છે અને તેનો નયનરમ્ય આકાશી નજારો તેને ડેસ્ટીનેશન વેડીંગ માટે અદભૂત સ્થળ બનવાવે છે.
 
લલ્લુજી એન્ડ સન્સના ફાયનાન્સ અને ઓપરેશન મેનેજર અને ટેન્ટ સીટી 1ના ઓપરેટર ભાવિક શેઠ જણાવે છે કે “અમે વિસ્યમજનક સ્થળો અને અજોડ દ્રશ્યાવલીમાં માનીએ છીએ. કેવડીયા ખાતેનુ કુદરતી વાતાવરણ એક આદર્શ વેડીંગ ડેસ્ટીનેશન છે. કોન્ડ નાસ્ટ ટ્રાવેલરે તેનો ભારતમાં લગ્ન યોજવા લાયક ઉત્તમ હોટેલ્સ તરીકે કર્યો તેનુ અમને ગૌરવ છે. આ બહુમાન અમને વધુ પરિશ્રમ કરવા અને તેને દેશના મોસ્ટ પોપ્યુલર ડ્રીમ વેડીંગ ડેસ્ટીનેશન બનાવવા માટે  પ્રેરણા આપશે.” અત્યાર સુધીમાં ટેન્ટ સીટી1માં 24 યુગલો લગ્નગ્રંથીથી જોડાઈ ચૂક્યાં છે. 
 
અત્યંત મોહક સ્થળ હોવા ઉપરાંત ટેન્ટ સીટી 1 લગ્ન માટેનુ  સંપૂર્ણ અને કસ્ટમાઈઝ પેકેજ ઓફર કરે છે. લકઝુરિયસ અને સુઆયોજીત રીતે ગોઠવાયેલા ટેન્ટને અહીંનુ ફાઈવ સ્ટાર ભોજન પૂરક બને છે. ટેન્ટ સીટી 1 સ્થળના સુશોભન, મહેમાનો માટે બેઠક વ્યવસ્થા, ભોજન, જયમાળા વેડીંગ કેક સહિત અન્ય દરેક બાબતે કાળજી લે છે. આ કારણે યુગલ અને તેના પરિવારના સભ્યો લગ્નની વ્યવસ્થા કરવાની પળોજણમાંથી મુક્ત થઈ જાય છે અને મુક્તમને લગ્ન માણીને, સાથે  જીવનભરની યાદ સાથે લઈને જાય છે. 
 
ટેન્ટ સીટી 1  અમદાવાદથી (196 કિ.મી.), સુરત (158 કિ.મી.), વડોદરાથી (85 કિ.મી) અને ઈન્દોર(313 કિ.મી.) જેટલા   થોડાક કલાકના અંતરે આવેલુ છે.