શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (10:18 IST)

ગ્રીષ્મા કેસઃ ફેનીલને આજે મળશે સજા પર- જાહેરમાં ગળું કાપી હત્યા કરનાર દોષિત ફેનિલને આજે સજા સંભળાવાશે,

ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલા બચાવ પક્ષે દલીલ કરી હતી, ત્યાર બાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. બંને પક્ષની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જોકે કોર્ટ દ્વારા સજાની તારીખ 5 મે જાહેર કરાઈ છે. એ પ્રમાણે આજે સંભવતઃ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે. 
ઘટના શુ હતી 
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.
surat grishma murder