શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 જુલાઈ 2020 (13:30 IST)

સુનીતાને મળ્યું સામાન્ય પ્રજાથી માંડીને બોલીવુડનું સમર્થન, આપ્યું અસલી સિંઘમનું નામ

health tips
તાજેતરમાં જ મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવ ખૂબ ચર્ચામાં છવાયેલી છે. એટલું જ નહી હવે સોશિયલ મીડિયા પર #SunitaYadav ટ્રેંડ થઇ રહ્યો છે. તમને યાદ અપાવી દઇએ કે સુનીતા કોન્સ્ટેબલ છે જેમણે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને નિયમોનું ઉલ્લંઘન કરતાં ફટકાર લગાવી અને તેમની આ વાત પર મંત્રીના પુત્રએ તેમની બદલી અને ઉતરાવવાની ધમકી આપી હતી. ધમકી બાદ મંત્રીના પુત્રને કહ્યું કે હું સરકારી નોકરી કરું છું કોઇના બાપની નહી, તે બીજા લોકો હશે જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે, વર્દી કોઇના બાપની નથી. 
 
સુનીતાનો આ વીડિયો ઇન્ડીયન પોલીસ ફાઉન્ડેશને શેર કરતાં લખ્યું કે 'દરેક પોલીસ અધિકારી ભારત સંવિધાન પ્રત્યે નિષ્ઠાની શપથ લે છે, કોઇપણ જાતના ડર અથવા પક્ષપાતના કાનૂનને સખતાઇથી લાગૂ કરવાની શપથ લે છે. જ્યારે પોલીસકર્મીએ ગરિમા સાથે પોતાની ફરજ નિભાવી, એવામાં તેમની સાથે ઉભા રહેવું તેમના સુપરવાઇઝરની ડ્યૂટી છે. 
 
તેમને પ્રમોશન આપવું જોઇએ
બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કોન્સ્ટેબલ વિરૂદ્ધ તપાસ પર ગુજરાત પોલીસને પ્રશ્ન કર્યો છે. સ્વરા ભાસ્કરે લખ્યું કે પોતાનું કામ કરવા માટે તેમને પ્રમોશન આપવું જોઇતું હતું પરંતુ તેમને ફ્રસ્ટેશનમાં રાજીનામું આપવું પડે. શું તમારી ડ્યૂટી કરવા માટે પબ્લિક સર્વન્ટને આ દેશમાં ઇનામ મળે છે. 
 
તમને જણાવી દઇએ કે સુનીતા યાદવે 8 જુલાઇના રોજ સુરતમાં સ્વાસ્થ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર, પ્રકાશ કાનાણી અને તેમના મિત્રને નાઇટ કર્ફ્યૂંમાં ડ્રાઇવિંગ અને માસ્ક ન પહેરવા બદલ ઠપકો આપ્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારબાદ સુનીતા યાદવ વિરૂદ્ધ તપાસ કરવામાં આવી અને તેમને નોકરીમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.