શુક્રવાર, 17 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (12:41 IST)

પોરબંદરમાં શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના,લંપટ શિક્ષિકા વિદ્યાર્થીઓને કપડાં કઢાવી કલાસ રૃમમાં નાચ કરાવતી

પોરબંદરમાં શિક્ષણક્ષેત્રે ખળભળાટ મચાવતી એક ઘટનામાં સરકારી શાળાની એક શિક્ષિકાએ શેતાનિયતની તમામ હદો પાર કરી કલાસરૃમમાં વિદ્યાર્થીઓનાં કપડા કઢાવી નાચ કરવા મજબૂર કરતી હોવાનો પર્દાફાશ થતાં આ લંપટ શિક્ષિકા સામે પોક્સો એકટ સહિતની કલમો હેઠળ પોલીસે ગૂનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મૂજબ પોરબંદરનાં ઠક્કરપ્લોટમાં આવેલ શારદા મંદિર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક બાળકોએ એવા પ્રકારની ફરિયાદ તેમના માતા - પિતાને કરી હતી કે, તેમના કલાસ ટીચર ઈલાબેન હર્ષદપુરી ગોસ્વામી છેલ્લા કેટલાક દિવસોથી તરૃણવયના વિદ્યાર્થીઓના કપડા કલાસરૃમમાં કઢાવીને ત્યારબાદ પોતાના મોબાઈલમાંથી બિભત્સ કલીપો બતાવતી હતી. એટલું જ નહીં પરંતુ ત્યારબાદ પોતે પણ વિદ્યાર્થીઓ સાથે  અડપલા કરતી હતી.

સમગ્ર બાબત અંગે વાલીઓએ દિપકભાઈ નામના પ્રિન્સીપાલને જાણ કરી હતી. અને ઘણા સમયથી આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનું જણાવી જવાબદાર શિક્ષીકા સામે કડક પગલા ભરવા માંગ કરી હતી પરંતુ પ્રિન્સીપાલે આ પ્રકારના કીસ્સામાં ફરિયાદ કરવાને બદલે તમારી રીતે તમે એકબીજા સાથે બેસીને સ્કુલની બહાર પતાવટ કરી લો તે પ્રકારની સુફીયાણી સલાહ આપી હતી.

ઘણા સમયથી આ પ્રકારની હરકતોથી  વિદ્યાર્થીઓ ત્રસ્ત હોય તેમ જ  શાળા સંચાલકો દ્વારા કોઈ પગલા લેવાતા ન હોય આખરે વાલીઓએ નગરપાલિકાના એકઝી. કમિટીના ચેરપર્સન ડો. ચેતનાબેન તિવારીને જાણ કરી હતી. તેમની વાત સાંભળીને તેઓ ચોંકી ઉઠયા હતાં. બાદમાં કીર્તિમંદિરના પી.આઈ. ટાંકને જાણ કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે શાળાએ જઈને તપાસ કરતા આ શિક્ષીકા બચાવની ભૂમિકામાં આવી ગઈ હતી.
ચોર કોટવાલને દંડે તેમ શિક્ષીકા ઈલા હર્ષદપુરી ગોસ્વામીએ  જણાવ્યું હતું કે, પોતે નિર્દોષ છે, બાળકોએ જ ફસાવવા માટે આવું ખોટું કાવત્રુ ઘડયું છે તેમ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ વાલીઓએ ઉગ્ર બનીને શાબ્દિક ટપાટપી કરી એકાદ બાળક ખોટું બોલતું હોય તમામ બાળકો એટલે કે આખો વર્ગ ખોટું બોલી શકે? તેવો સવાલ ઉઠાવ્યો હતો અને અંતે પોલીસ કડક બની ત્યારે પોતે આપઘાત કરી લેશે. તેવી પણ ચેતવણી આ શિક્ષીકા વાલીઓને આપતી નજરે ચડી હતી.

સમગ્ર બનાવમાં વિરડીપ્લોટ વિસ્તારમાં રહેતી એક મહીલાએ પોલીસ ફરિયાદ વિગતવાર નોંધાવી છે જેમાં એવું જણાવ્યું છે કે, તેનો ૧૨ વર્ષનો દિકરો સાતમાં ધોરણમાં ભણે છે અને શિક્ષીકા ઈલાબેન તેના કલાસટીચર છે તેમના દ્વારા બાળકોને રૃમમાં કપડા કઢાવી, નગ્ન ફોટા અને કલીપ બતાવી જો તે જોવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કુલમાંથી કાઢી મુકવાની ધમકી આપતી હોવાનું જણાવતા પોલીસ દ્વારા આ શિક્ષિકાની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.