શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 27 નવેમ્બર 2021 (16:20 IST)

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ RTPCR બતાવવો પડશે

ગુજરાત સરકારે આફ્રિકન દેશોને પહેલાંથી જ વાઈબ્રન્ટ સમિટ માટે આમંત્રણ પાઠવી દીધું છે
 
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટીપલ મ્યૂટેશન કોરોના વેરિયન્ટને લઈને વિશ્વભરના દેશો ભયભીત થઈ ગયા છે.  જેથી ભારતમાં પણ સરકારે તમામ એરપોર્ટને હોંગકોંગ, 
બોત્સવાના અને ઈઝરાયેલથી આવતા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર  દ્વારા રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ યુકે, યુરોપ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચીન, મોરેશિયસ, ન્યૂ ઝિલેન્ડ, ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે.આ અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર વિદેશથી આવનારા પ્રવાસીઓનો RTPCR ટેસ્ટફરજિયાત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. 
 
વિદેશથી ગુજરાતમાં આવનારાનો RTPCR ટેસ્ટ ફરજિયાત
ગુજરાતના આરોગ્ય વિભાગે આદેશ કર્યો છે, વિદેશથી આવનારા દરેક પ્રવાસીનો એરપોર્ટ પર જ RTPCR ટેસ્ટ ફરજિયાત પણે કરવાનો રહેશે. તે ઉપરાંત જે મુસાફરોનો રિપોર્ટ 
પોઝિટિવ આવે તે દરેક કેસનું સેમ્પલ જિનોમ સિક્સવન્સિઝ માટે ફરજિયાત પણે મોકલવાનું રહેશે. બીજી તરફ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેમાં ગુજરાત સરકારે 
આફ્રિકન દેશોને પહેલાંથી જ આમંત્રણ પાઠવી દીધું છે. વાઈબ્રન્ટ સમિટમાં આવનારા ડેલિગેટ્સ સહિતના સ્ટાફ માટે એરપોર્ટ પર જ ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને તકેદારીનો ચૂસ્ત 
અમલ કરાશે.
 
નવા વેરિયન્ટ મુદ્દે નવી માર્ગદર્શિકા જારી
મહત્વની વાત એ છે કે, એક તરફ જ્યાં ભારત સહિત અન્ય કેટલાક દેશમાં કોરોના કિસ્સા ઘટ્યા છે, તેવામાં ફરી એકવાર ભારત સરકારના આરોગ્ય વિભાગે કોરોનાના નવા વેરિએન્ટ 
અંગે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તેની વચ્ચે અમદાવાદ-શારજાહ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. અઠવાડિયામાં 2 દિવસ આ ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. અરેબિયન 
દેશની એર અરેબિયા એરલાઇન્સ આ ફ્લાઇટનું સંચાલન કરવાની છે. આમ થવાથી મિડલ ઇસ્ટ, જેમકે કુવૈત, દુબઈ, શારજાહ, કતાર, દોહા વગેરે જેવા દેશો સાથે એર કનેક્ટિવિટી 
વધશે અને પ્રવાસીઓને તેનો લાભ થશે.
 
ભારત સરકારે શરતી હવાઈ સેવા શરૂ કરવા પરવાનગી આપી
દેશમાં કોરોનાના કેસ ઘટવાના કારણે ભારત સરકારે શરતોને આધીન કેટલાક દેશમાં હવાઈ સેવા ફરી શરૂ કરવા માટે પરવાનગી આપી છે. જેને લઇને વધતા પેસેન્જર ટ્રાફિક અને 
પ્રવાસીઓની સંખ્યા ધ્યાને રાખી અમદાવાદ એરપોર્ટ ઉપરથી ફ્લાઇટ સંચાલન કરવાની એવિએશન વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવી છે.