બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જાન્યુઆરી 2021 (19:49 IST)

નવા વર્ષના સેલિબ્રેશન માટે હોટલમાં રોકાયેલી યુવતિનું રહસ્યમય રીતે મોત

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી બેભાન અવસ્થામાં આજે એક યુવતિને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી. મૃતકા તન્વી ગઇકાલે પ્રેમી પંકજ સાથે નવા વર્ષની ઉજવણી માટે હોટલમાં રોકાઇ હતી. સવારે બેભાન અવસ્થામાં જ પંકજ તેને હોસ્પિટલ લઇ ગયો હતો. 
 
શહેરના કતારગામની ગોપીનાથ સોસાયટીમાં રહેનાર તન્વી ભાદાણી (22 વર્ષ) હેલ્થ પ્રોડક્ટ કંપનીમાં કામ કરે છે. તન્વીના પરિવારિક સંબંધી પંકજ ગોહિત નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા, જેની જાણકારી પરિવારને હતી. તેના લીધે બંનેના પરિવારોને ખબર હતી કે તે ન્યૂ ઇયર સેલિબ્રેશન પાર્ટીમાં સામેલ થવા જઇ રહ્યા છે. 
 
તન્વીના બોયફ્રેંડે જણાવ્યું કે ગઇકાલે રાત્રે પાર્ટી પછી હોટલના રૂમમાં સુવા ગયા હતા. પરંતુ સવારે તન્વીની ઉંઘ ન ખુલી. પંકજે તેને જગાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો અને ત્યારબાદ પરિવારને ફોન કરી હોટલ બોલાવ્યા અને તન્વીને સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી. 
 
તો બીજી તરફ તન્વીનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની ટીમે જણાવ્યું કે હાર્ટમાં લોહી જામ થઇ ગયું  હતું. શરીરમાં પાણીની માત્રા ખૂબ ઓછી હતી. એટલા માટે કેમિકલ અને હિસ્થોપૈથી માટે હવે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીથી રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.