ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જૂન 2022 (12:43 IST)

24 કલાક ખુલ્લી રહે છે આ દુકાન, સામાન ખરીદતાં દુકાનદાર લેતો નથી પૈસા, જાણો ગુજરાતની અનોખી દુકાનની કહાની

shop in chhotaudaipur
કળિયુગમાં ભગવાન ભરોસે ચાલે છે ઉભા શેઠની આ દુકાન, સામાન ખરીદતાં દુકાનદાર લેતો નથી પૈસા
આ કળિયુગમાં જ્યાં માણસ તેની નજર સામે સામાન ચોરી કરવાની હિંમત કરે છે, ત્યાં એક એવી દુકાન છે જેના પર દુકાનદાર બેસતો પણ નથી. દુકાન સામાનથી ભરેલી છે, લોકો આવે છે અને તેમની પસંદગીનો સામાન લઈ જાય છે અને પોતાની મરજીથી સામાન લઇને કાઉન્ટર પર પૈસા મુકી દે છે. આ દુકાન ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં આવેલી છે. દુકાનમાં કોઈ દરવાજા નથી, અને તે 24 કલાક ખુલ્લી રહે છે. રસપ્રદ વાત એ છે કે આ દુકાન છેલ્લા 30 વર્ષથી આ રીતે ચાલી રહી છે. દુકાનના માલિક સૈયદભાઈ કહે છે કે તેઓ 18 વર્ષની ઉંમરથી આ દુકાન ચલાવે છે.
 
તેમણે કહ્યું કે આ દુકાન વિશ્વાસ પર ચાલી રહી છે અને આગળ પણ ચાલશે. સૈયદભાઈએ જણાવ્યું કે પહેલા તો ગામલોકોને આ રીતે દુકાન ચલાવવી અજુગતી લાગી, પરંતુ પછી તેઓ ઘરે-ઘરે જઈને લોકોને સમજાવવા લાગ્યા કે તેમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તેમની દુકાન હંમેશા ખુલ્લી છે. આ પછી લોકો ધીરે ધીરે દુકાન પર વિશ્વાસ કરવા લાગ્યા. આજે લોકો પોતાની પસંદગીનો સામાન લઈને આવે છે અને પૈસા મુકીને નીકળી જાય છે. સૈયદભાઈ કહે છે કે કોઈ પણ ધંધો ભરોસા પર ચાલે છે અને મેં કોઈની સાથે ખોટું કર્યું નથી તો મારી સાથે ક્યારેય ખોટું નહીં થાય. મને આ જીવનમાં ફક્ત ભગવાનનો ડર છે. માણસોથી કેવો ડર? આ વિચારને ધ્યાનમાં રાખીને મેં આ દુકાન ચલાવવાનું શરૂ કર્યું.
 
સૈયદભાઈ કહે છે કે ચાર વર્ષ પહેલા તેમની દુકાનમાંથી બેટરી ચોરાઈ હતી. સૈયદભાઈ જણાવે છે કે તેમના પિતા વેપારી હતા. ગામના લોકો તેને ઉભા શેઠના નામથી બોલાવતા હતા અને હવે લોકો તેને આ નામથી પણ બોલાવે છે. તેમની દુકાનને ઉભા શેઠની દુકાન પણ કહેવામાં આવે છે.
 
સૈયદભાઈની દુકાન પર પાણીની ટાંકી, દરવાજા, ટાઈલ્સ, કટલરી, હાર્ડવેર, દૂધથી લઈને કરિયાણાની વસ્તુઓ ઉપલબ્ધ છે. કેવડી ગામમાં સૈયદભાઈ એકલા રહે છે. તે લગભગ 13 વર્ષથી ગોધરાથી દુકાન ચલાવતા હતા. તેઓ છેલ્લા 17 વર્ષથી વડોદરામાં રહે છે. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. તેમનો એક પુત્ર પાયલોટ છે જ્યારે બીજો અભ્યાસ કરે છે