ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 3 એપ્રિલ 2023 (17:30 IST)

ગુજરાતમાં ફરી વરસાદનો ખતરો, આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવે ફરી કમોસમી વરસાદ શરૂ થવાનો છે. રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે ચાર અને પાંચ એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે
 
ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, 4-5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી
 
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસથી ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે. અમુક સમયના વિરામ બાદ વરસાદના રાઉન્ડ ચાલુ રહેવાની વાત જાણે કે સામાન્ય બની ગઈ છે.
 
આવી સ્થિતિમાં ગુજરાતમાં હવે ફરી ક્યારથી માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે અને કયા-કયા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે?

- દ્વારકા, સુરત, ભાવનગર સહિતના આ વિસ્તારો પર ફરી માવઠાનું સંકટ, ખેડૂતોના પાકને મોટા નુકસાનની ભીતિ
- બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસી શકે છે.