ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (15:56 IST)

પહેલા વોટસએપ ગ્રુપ પર ગાળાગાળી થઈ, એ પછી આર્ટસના ત્રણ સંગઠનો આર્ટસ ફેકલ્ટીમાં મારામારી કરવા ઉતરી પડયા

arts faculty
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં આજે ત્રણ વિદ્યાર્થી સંગઠનો એક બીજાની સાથે બાખડયા હતા. પહેલા વોટસએપ ગુ્રપ પર ગાળાગાળી થઈ હતી અને એ બાદ ધાક ધમકીના મેસેજ મોકલવામાં આવ્યા હતા. એ પછી વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી જતા આર્ટસ ફેકલ્ટીમાં ટોળે ટોળા જામ્યા હતા.મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીમાં એએસયુ, યુવા શક્તિ ગ્રુપ અને એબીવીપી એમ ત્રણ વિદ્યાર્થી સંગઠન મુખ્યત્વે કાર્યરત છે.

આ ત્રણે સંગઠનોને એક બીજા સાથે કટ્ટર દુશ્મનાવટ છે. વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થવા માટે ત્રણે સંગઠનના નેતાઓ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. એબીવીપીએ તો ભૂતકાળમાં ડીનની ઓફિસમાં તોડફોડ પણ કરેલી છે. જોકે ભાજપના સંરક્ષણના કારણે એબીવીપીના નેતાઓને જાણે ફેકલ્ટીમાં ગુંડાગર્દી કરવાની ખુલ્લી છુટ મળેલી છે.આજે આ ત્રણે સંગઠનો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને એક વોટસએપ ગ્રુપમાં સિલેબસને લઈને બોલાચાલી થઈ હતી. એ પછી વોટસએપ પર ગાળાગાળી અને ધાક ધમકી આપવામાં આવી હતી. એક વિદ્યાર્થી નેતાએ કહ્યુ હત કે, કેન્ટીન પર આવી જા એટલે તને જોઈ લઈશું.એ પછી બે જૂથ વચ્ચે મારામારી પણ થઈ હતી અને ત્રીજુ જૂથ પણ તેમાં કુદયુ હતુ. જેના પગલે એબીવીપીના 50 થી 60 કાર્યકરો મારામારી કરવા માટે આર્ટસ ફેકલ્ટી ખાતે ધસી આવ્યા હતા. આમ ફેકલ્ટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે તનાવ સર્જાયો હતો.પોલીસ પણ એક તબક્કે દોડી આવી હતી. જોકે પોલીસ અને યુનિવર્સિટીની સિક્યુરિટી તેમજ વિજિલન્સની હાજરીના કારણે મારામારી થતા તો રહી ગઈ હતી પણ એ પછી બે જૂથો એક બીજાની સામે પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ મથક પણ પહોંચી ગયા હતા.