ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 26 ડિસેમ્બર 2020 (14:22 IST)

રાજસ્થાનમાં સર્જાયો કાર અકસ્માત, 3 ગુજરાતીઓના મોત

રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં એક રોડ અકસ્માત સર્જાયો છે જેમાં 3 ગુજરાતીઓના મોત નિપજ્યા છે.  ગુજરાતને અડીને આવેલા ઝાલોર નજીક ડીસા ત્રણ આગેવાનો અકસ્માતનો ભોગ બન્યા છે. આ અકસ્માતમાં જીવદયા પ્રેમ ભરત કોઠારી સહિત 3 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતના વાવડ મળતાં ડીસા પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. 
 
તાજેતરમાં મળતી માહિતી મુજબ ડીસાના ત્રણ આગેવાનોનો રાજસ્થાનના ઝાલોર નજીક અકસ્માત સર્જાયો હતો. તેઓ પોતાના કામથી કાર લઇને ઝાલોર ગયા હતા. તે દરમિયાન તેમનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારી,  રાકેશ જૈન અને વિમલ જૈનનું મોત નિપજ્યું છે. ગોઝારા અકસ્માતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે માહોલ ગમગીન બન્યો છે.