બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

ફારૂખનગરની ઐતિહાસિક મસ્જીદ

અજાન, આરતી અને ગુરૂવાણી એક સાથે

N.D
વલ્લભગઢના રાજા નાહર સિંહના સાવકા ભાઈ તેમજ ફરૂખનગરના નવાબ અહમદ અલી ખાં (જેમને ફરૂખ સીયત ના નામથી લોકો ઓળખે છે)ની શહાદત ભલે લોકોને યાદ ન હોય પરંતુ તેમના દ્વારા બનાવવામાં આવેલ મહેલ, મસ્જીદ અને અન્ય ઐતિહાસિક ઈમારતો આજે પણ તેમની યાદને તાજી કરે છે.

ફરૂખનહરના રાજીવ ચોક પર બનેલ મસ્જીદ દુનિયાની સામાન્ય મસ્જીદોથી એકદમ અલગ છે. કેમકે તેની અંદર નમાઝ નથી પઢવામાં આવતી પરંતુ સવાર-સાંજ ગુરૂવાણીનો પાઠ અને ભગવાન રામની આરતી સાંભળવા મળે છે. આનાથી ક્ષેત્રનું આખુ વાતાવરણ ધાર્મિક થઈ જાય છે.

આ વાર્તા પાછળનું રહસ્ય તે છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે તે વિસ્તારમાં રહેતા બધા જ મુસલમાન પાકિસ્તાન ચાલ્યાં ગયાં. એટલા માટે આ વિસ્તારની અંદર એક પણ ઈસ્લામ ધર્મનો માનનારો વ્યક્તિ બચ્યો નહિ. ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનની અંદર રહેતા હિંદુઓ અને શીખ ફરૂખનગરમાં આવીને રહેવા લાગ્યા.

મસ્જીદની અંદર પૂજારી બનેલ રમેશનુ કહેવું છે કે અલગ-અલગ ધાર્મિક ભાવનાઓને ચાલતાં તેમણે અહીંયા દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્થાપિત કરી છે. એટલા માટે આ પવિત્ર મસ્જીદમાં જ્યાં એક બાજુ ભગવાન રામની સપરિવાર સ્થાપના કરવામાં આવી છે ત્યાં જ બીજા ખુણામાં ગુરૂ ગ્રંથ સાહેબ રાખવામાં આવ્યા છે. એટલા માટે મસ્જીદનું નામ સીતા-રામ મંદિર ફરૂખનગર (ગુરૂદ્વારા) છે. પાછલાં 16 વર્ષથી આ મંદિરના પૂજારી રમેશ જ હિંદુ અને શીખ બંને ધર્મના મહંતની ભૂમિકા ભજવી રહ્યાં છે.

અહીંયાના નિવાસીયોનું માનવું છે કે મસ્જીદની અંદર બે ધર્મોની પૂજા કરવામાં આવે છે જે એક મિસાલ છે. એટલુ જ નહિ ફરૂખનગરમાં લોકોની અંદર એકતા અને ભાઈચારાની ભાવના અન્ય લોકો કરતાં અલગ છે. બંને ધર્મોના તહેવારને લોકો એકસાથે ઉજવે છે. આ મસ્જીદની માન્યતા એવી પણ છે કે અહીંયા જે પણ માનતા સાચા દિલથી માંગવામાં આવે તેને વાહેગુરૂ અને ભગવાન રામ જરૂર પુર્ણ કરે છે.