બુધવાર, 30 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

અમરનાથની યાત્રા

N.D

દર વર્ષે જૂનથી ચાલુ થતી અમરનાથી યાત્રા આ વર્ષે પણ જૂન મહિનાથી શરૂ થશે. આ યાત્રાનો સમય જૂનની 18 તારીખથી 16 ઓગસ્ટ સુધીનો રહેશે. જમ્મૂ કાશ્મીરમાં આવેલ પવિત્ર યાત્રાધામ અમરનાથના દર્શન કરવા જીંદગીનો એક અમૂલ્ય લ્હાવો છે.

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલના કહેવા મુજબ ત્રણ વર્ષ બાદ આ વખતે ભવ્ય શિવલીંગનું નિર્માણ થયું છે. અને આ વખતે વધું યાત્રાળુઓ આવવાની આશા સેવી રહ્યાં છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ વર્ષે દર્શન કરવા આવનાર યાત્રાળુઓને શીવલિંગના દર્શનનો ખુબ જ સારો અવસર પ્રાપ્ત થશે. દરે વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડે યાત્રીઓ માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દિધી છે.

બોર્ડે આ વર્ષની આ પવિત્ર યાત્રા પહલગામ અને બાલટાલા બંને માર્ગેથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.