મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. પ્રજાસત્તાક દિન
Written By કલ્યાણી દેશમુખ|

જેમણે જોઈ ગુલામી તેમની સાથે વાત કરવી જરૂરી

P.R
ભારતીયતા સ્વર્ગથી ઉતરેલુ કોઈ સ્વાંગ નથી પરંતુ ભારતીયતા તો એક સંકલ્પપૂર્વક ધારણ કરેલો ધર્મ છે. ભારતીય એવુ બોલવાથી કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગ નજર સામે નથી આવતો. ભારતીયતાનો અર્થ છે ભારતમા વસતા દરેક જાતિ, વર્ગનો એક સમૂહ. આ સમસ્ત સમુદાયો અને સમસ્ત વર્ગો દ્વારા સ્વીકારવામાં આવેલો સર્વોપરિ ભાવ છે. જેમા ભારતમાં રહેતી સમસ્ત જાતિઓ, સમસ્ત સમુદાય અને સમસ્ત વર્ગની ઓળખ વિલીન થઈ ગઈ છે. ટૂંકમાં કહીએ તો ભારતીયતા એ કોઈ જાતિ વર્ગ કે સમુદાયના ઉપરની વાત છે.

ભારતીયતા બીજા ક્રમમાં ભારતીય રાષ્ટ્રીયતા આવે છે. આમ તો ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીયતાનો મતલબ ભારતીય છે. ભારતીય હોવુ એ જ ભારતીય રાષ્ટ્રીયતા સાથે બંધાવુ છે. અમે ભારતીય છે એટલે કે અમે રાષ્ટ્રીય છીએ. ભારતીય હોવુ રાષ્ટ્રીય હોવુ એ એક જ સિક્કાની બે બાજુ છે. વિશ્વમાં અમારી ઓળખાણ ભારતીય હોવાથી અમે રાષ્ટ્ર સાથે કટિબંધ છીએ. આજે અમારી સામે ભારતીય સમાજની ત્રણ પેઢીઓ છે - એક સાહીંઠ વર્ષથી ઉપર, એક ચાલીસ વર્ષથી ઉપરની અને એક આજકાલની યુવા પેઢી લગભગ અઢાર વર્ષના ઉપરની. આ ત્રણ પેઢીઓ માત્ર પેઢી જ નથી પણ ભારતીય રાષ્ટ્રીયતાના સૌદર્યને બતાવનારી એક ચમક પણ છે.

સાહીઠ વર્ષ અને સાહીઠ વર્ષના ઉપરની પેઢીએ પરતંત્ર ભારતની સાથે સાથે ભારતને આઝાદ થતા પણ જોયો છે. જ્યારેકે ચાલીસ વર્ષની ઉપરની પેઢીએ સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે. પણ આ પેઢીએ પોતાના વડીલો પાસેથી જાણ્યુ છે કે તેમણે કેટલી કઠિનાઈથી, કેટલા અન્યાયો સહીને આ સ્વતંત્રતાનો સૂરજ ઉગાવ્યો છે. જ્યારેકે અઢાર વર્ષની આસપાસની પેઢી જે ભારતની મૂડી છે તે માત્ર સ્વતંત્રતાથી જ અજ્ઞાત નથી પરંતુ તે ભૌતિકવાદ અને વૈશ્વીકરણની તીવ્રપ્રક્રિયામાં ગૂંચવાઈને ભારતીય રાષ્ટ્રીયતાના અતિમૂલ્ય સંદર્ભોથી પણ અપરિચિત છે.

P.R
આપણે હાલ એ જરૂરી છે કે આ ત્રણે પેઢીને એક સાથે બેસાડીને ભારતીય રાષ્ટ્રીયતાને લઈને એકબીજા સાથે પરસ્પર વાતચીત થાય. એકબીજાના વિચાર જાણવા બહુ જરૂરી છે. આજની યુવા પેઢીને ભારતીય અસ્મિતાનુ ભાન કરાવવાની સાથે સાથે તેમને દેશના સંસ્કારો, અમારી સભ્યતા, પરદુ:ખને દુર કરવાની અમારી સંવેદનાઓ, યુધ્ધ લડવાને બદલે યુધ્દ ટાળવાની અને માનવમાત્રના કલ્યાણ માટેની અમારી અહિંસક વિચારધારાઓ, ભૂતકાળના અમારા સંધિ પ્રસ્તાવો આ બધા વિશે આજના યુવાનોને પરિચિત કરવા એ પણ એક રાષ્ટ્રીયતાની અસ્મિતાને ઉપર મહત્વ આપતા મોટા કારણો છે.

આજની પેઢીને ભારતના ભૂતકાળ વિશે, તેના સંઘર્ષો વિશે જાણ ભાન કરાવીશુ ત્યારે જ તે રાષ્ટ્રીયતાનુ મહત્વ સમજી શકશે.