ગણતંત્રનો આધાર છે ગુણતંત્ર
ND
N.Dભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાએ કેટલાયે ઉતાર-ચડાવ જોયા છે અને આ દરમિયાન લોકોમાં લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે અસંતોષ પણ વ્યાપ્ત થાય છે. અસંતોષના કારણે ભ્રષ્ટ શાસન અને પ્રશાસન તથા રાજનીતિનું અપરાધિકરણ રહ્યું. ભારતમાં ઘણા એવા વ્યક્તિ અને સંગઠન છે જે ભારતીય બંધારણ પ્રત્યે શ્રદ્ધા રાખતા નથી.
વ્યર્થ છે અસંતોષ : આ અશ્રદ્ધાના કારણે આપણું બંધારણ ક્યારેય ન રહ્યું. માઓવાદી જેવા પૂર્વોત્તરના અન્ય સંગઠન આજે પણ જો સક્રિય છે તો તેનું કારણ માત્ર એટલું જ છે કે, ભ્રષ્ટ અને ગેર જવાબદાર રાજનીતિજ્ઞો અને ગુનેગારોને પગલે તેમનો લોકતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે પરંતુ સમજાવવા જેવી વાત એ છે કે, લાદવામાં આવેલી વ્યવસ્થા અને તાનાશાહ ક્યારેય પણ દુનિયામાં વધુ સમય સુધી ચાલી શક્યાં નથી. માન્યું કે, લોકતંત્રમાં કેટલીયે ખામી હોય છે પરંતુ તાનાશાહી અથવા ધાર્મિક કાયદાની વ્યવસ્થા વ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર છીનવી લે છે એ પણ આપણે જોયું છે કે, જર્મન અને અફઘાનિસ્તાનમાં શું થયું તે આપણે જાણીએ છીએ. સોવિયટ સંઘ કેમ વિખેરાઈ ગયું એ પણ કહેવાની વાત નથી. ભવિષ્યમાં આપ ચીનને પણ વિભાજીત થતું નિહાળશો.
ND
N.Dલોકતંત્ર બનશે ગુણતંત્ર : આપણો સમાજ પરિવર્તિત થઈ રહ્યો છે. મીડિયા જાગ્રત થઈ રહ્યું છે. જનતા પણ જાગી રહી છે. યુવા સમજણશક્તિનો વિકાસ થઈ રહ્યો છે. શિક્ષાનું સ્તર વધી રહ્યું છે. ટેક્નોલોજી સંબંધી લોકોની ફોજ વધી રહી છે. આ બધાને પગલે હવે દેશના રાજનીતિજ્ઞ પણ સર્તક થઈ ગયાં છે. વધુ સમય સુધી શાસન અને પ્રશાસનમાં ભ્રષ્ટાચાર, અપરાધ અને અયોગ્યતા નહીં ચાલી શકે તો આપણો ભવિષ્યનો ગણતંત્ર ગુણતંત્ર પર આધારિત થશે, એટલા માટે કહો, ગણતંત્રની જય હો...
