ચર્ચ ઉપર હુમલો : ધર્મનું રાજકારણ

વેબ દુનિયા|

ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું.

ખ્રિસ્તી સમુદાય અને ચર્ચો પર થયેલા હુમલા બાદ લઘુમતી પંચના અધ્યક્ષ એમ.ડી શફી કુરેશીએ મેંગ્લોર, બેંગલોર, ઉડીપી સહિત તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ઉડીપી જિલ્લાના એસ.એસ.પી અને જિલ્લા મેજીસ્ટ્રેટે રાષ્ટ્રીય લઘુમતી પંચને જણાવ્યું હતું કે તોફાનો સંદર્ભે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ બજરંગ દળના છે. આ તોફાનોને પગલે આ સંગઠનો દ્વારા બજરંગ ઉપર પ્રતિબંધ મુકવા માટે પણ ઉગ્ર રજુઆતો કરાઇ હતી.
માઓવાદી નેતા સવ્યસાચી પાંડાએ ઓરિસ્સામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્વામી લક્ષમણાનંદ સહિત અન્યોની હત્યા એમના જુથે કરી હોવાનો દાવો કરી સંઘ પરિવારને કટ્ટરપંથી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતા અડવાણી, વિહિપના અશોક સિંઘલ, પ્રવીણ તોગડિયા ડાબેરી પાંખના અંતિમવાદીઓનાં મુખ્ય નિશાન પર હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.


આ પણ વાંચો :