રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

ભારત-અમેરિકા અણું કરાર

ભારત-અમેરિકા અણું સમજુતિ અનેક મુશ્કેલીઓને પાર કરીને અંતે સેનેટ દ્વારા મંજુરી મેળવી ચુકી છે. 18મી જુલાઈ 2005ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે વોશિંગ્ટનમાં સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં ઐતિહાસિક નાગરિક અણુ સહકાર સમજુતિનો પણ સમાવેશ કરાયો હતો.

આ મામલે ડાબેરીઓએ સંસદમાં ચર્ચાની માંગ કરી. દિવસે દિવસે આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ડાબેરી પક્ષોએ યુપીએને સરકાર અથવા અણું સમજુતી બેમાંથી કોઇ એકની પંસદગી કરવાની વાત કરી સરકારને 6ઠ્ઠી માર્ચ સુધીની મહેતલ આપી. પરંતુ સરકાર પોતાની વાતમાં મક્કમ રહેતાં ડાબેરીઓએ ટેકો ખેંચી લેવાની જાહેરાત કરતાં સરકાર ભીંસમાં આવી ગઇ હતી.

જોકે સમાજવાદી પાર્ટીએ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સરકારે 22મી જુલાઇના રોજ વિશ્વાસનો મત જીતી લેતાં સરકાર ઉપરથી ઘાત ટળી હતી. તો બીજી બાજુ 27 મી સપ્ટેબરે અમેરિકી પ્રતિનિધિ ગૃહે નાગરિક અણુ સહકાર માટેની 123 સમજુતિને 298 વિરુદ્ધ 117 મતે મંજુરી આપી હતી. જ્યારે સેનેટે આ બિલને 86 વિરૂધ્ધ 13 મતે મંજૂરી આપી હતી.