ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

આર્થિક મંદીનું સુનામી...

તેજી કે મંદી જેવા શબ્દો સામાન્ય રીતે શેરબજારમાં થતી હીલચાલ વખતે કાનને ક્યારેક અથડાતા. પરંતુ 2008માં આવેલી મંદી તો જાણે લોકોના કાન ફાડીને કહેતી કે હોય મારૂ નામ મંદી. આ મંદીનો દૌર સૌથી પહેલા અમેરિકામાંથી શરૂ થયો અને તેની અસરતળે અન્ય દેશો પણ ડૂબતા ગયા.....

મંદીમાં સૌથી વધારે અસર આઈટી ક્ષેત્રને થઈ છે. અમેરિકામાં લાખો લોકો એક જ ઝાટકે બેરોજગારની હરોળમાં આવી ગયા. અને હજી આ સિલસિલો ચાલુ જ છે. જાપાન, બ્રિટન, ચાઈના, અને ભારત જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં લાખો કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ ગઈ છે.

વણઆમંત્રીત આ મંદીની કઈ પહેલીવારની આ દસ્તક નથી. આ અગાઉ આવેલી મંદી પોતાના વાવાઝોડાથી બધુ ફનાફાતીયા કરી ગઈ હતી અને ભારત તેનું સાક્ષી રહ્યુ હતું. આજે દુનિયાભરના અખબારોમાં મંદી લખાઈ રહ્યુ છે, છપાઈ રહ્યુ છે, અને વંચાઈ રહ્યુ છે. અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ અખબારોમાં ઓબામાના સ્થાને મંદીની ગાથાઓ જોવા મળી રહી છે.અને કેમ ન હોય કારણ કે મૂડીવાદી વિચારધારાથી ટકી રહેલા અમેરિકાને આ મંદી સૌથી વધુ અસર કરી ગઈ છે.

જો હજી આ મંદીનો દોર 20 મહિના જેટલો ચાલશે તો અન્ય મૂડીવાદી દેશોની સાથે સાથે અમેરિકાનું વિશ્વમાંથી આર્થિક આધિપત્યનો અંત આવી જશે. જોકે અમેરિકા આર્થિક મંદીમાં જીવતા અને તેમાંથી બહાર નીકળતા પણ શીખી ગયો છે. ઈ.સ 1854 થી 1990 સુધી અમેરિકામાં આવેલી મંદીનો ઈતિહાસ કહે છે વધુમાં વધુ 29 મહિના આર્થિક સંકડામણ અને તકલીફો વેઠવી પડે છે અને બાદમાં ધીરેધીરે તંત્ર રાબેતા મૂજબ ચાલવા લાગે છે. તાજેતરમાં પડેલી મંદીની મારના પગલે અમેરિકાની કંપનીમાં અન્ય દેશની કંપનીઓ રોકાણ કરતા પણ વિચાર કરશે. અમેરિકાએ પણ હવે દરેક દેશની જેમ ઉદ્યોગોને આકર્ષવા લાઈનમાં ઉભા રહેવુ પડશે.

મંદીની સૌથી વધારે અસર અમેરિકાના લેહમેન અને સિટી ગ્રુપને થઈ છે. તે અત્યાર સુધી 52 હજાર નોકરીઓ કાપી ચૂક્યુ છે. જેપી મોર્ગન ચેસ એંડ કંપનીએ 9200 કામર્જબેંકે 9000 અને જીએમએસી એલએકસીએ 5000 નોકરીઓ પાછી ખેચી લીધી છે. ગયા સપ્ટેમ્બર માસથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં અત્યાર સુધી 1 લાખ બેહજાર 150 નોકરીઓમાં કપાતમાં આવી છે.

દેશમાં પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. હીરા, આઇટી, એવિએશન, ઓટોમોબાઇલ, કાપડ ક્ષેત્રમાં પણ તેનો ખરાબ પ્રભાવ પડ્યો હતો. ટાટાગ્રુપે 3000 હજાર અસ્થાઈ કર્મચારીઓને હટાવી દીધા છે. ઉપરાંત જેટ એરવેઝે પણ 1900 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં વિરોધ થવાના કારણે છટણી કરવામાં આવી નહી. પ્રમુખ કંપનીઓમાં ઉચ્ચ વેતનદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને નવી ભરતીઓ બંધ કરી દેવાઈ છે.

જેનાથી સામાન્ય માણસ જાય તો આખરે ક્યા જાય. ઘણી કંપનીઓ પોતાનો ફાયદો કરવા માટે કર્મચારીઓને છૂટ કરી રહી છે કાંતો તેમના પગારમાં કપાત કરી સરહી છે. મંદી નામના આ રાક્ષસના ભયથી કર્મચારી બિચારો એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી. માત્ર તે એટલી જ પ્રાર્થના કરતો રહે છે કે મંદીની તલવાર મારા માથે ન પડે તો સારૂ....