રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

નેનો આવી ગુજરાતમાં....

સિગૂંરથી સીધા સાણંદ. દેશના અન્ય રાજ્યો જેને હાંસલ કરવા માટે લાલઝાઝમ બિઝાવી આવકારવા તૈનાત હતા એમાં આપણા જાગતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાનું જાદુ પાથરી કમાલ કરી દેખાડી.

જમીનના મામલે નેનો પ્રોજેક્ટને સિંગૂરમાંથી હટવું પડ્યું હતું. અનેક વિટંબળાઓ, સંભાવનાઓને કુદતાં કુદતાં નેનો છેવટે સાણંદમાં આવી છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં ટાટા મોટર્સ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક બાદ આ કરાર વચ્ચે હસ્તાક્ષર થતાં સમગ્ર ગુજરાતમાં આનંદોત્સવ છવાયો હતો.

કેબિનેટની મળેલી બેઠકમાં નેનો કારના ઉત્પાદન માટે સાણંદ નજીક જમીન આપવા સહમતિ સધાઇ હતી. શરતોને આધીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા રતન ટાટા વચ્ચે આ મામલે હસ્તાક્ષર થયા હતા. સમગ્ર વિશ્વની આંખો જે માટે તરસી રહી છે એવી આ લાખેરી કારના ઉત્પાદન માટે અંદાજે 1100 એકર જેટલી જમીન ફાળવી છે. જેને લઇને કેટલાક ખેડૂતોએ કોર્ટમાં કેસ પણ કર્યો છે.

મળેલી માહિતી મુજબ અહી વાર્ષિક 2.5 લાખ કાર ઉત્પાદન ક્ષમતાવાળો પ્લાન્ટ કાર્યન્વત કરાશે. તો બીજી બાજુ નેનાના ગુજરાતમાં આગમનને લઇને લોકોમાં એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે.