ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

વિશ્વાસનો મત : કોંગ્રેસ ક્યારેય હારતી નથી

વિશ્વાસ મતના ચોપાટમાં કોંગ્રેસને કોઇ મહાત કરી શકતું નથી. એનું કારણ કોંગ્રેસને ગળગૂંથીમાં મળેલી સત્તામાં ચોંટી રહેવાની તીવ્ર ઝંખના છે. ભારત-અમેરિકા અણું કરારના મામલે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લેતાં મનમોહન સરકાર માથે સંકટ તોળાયું હતું. પરંતુ મનમોહનજીએ કાબેલિયત દાખવતાં તેઓ 22મી જુલાઇએ 275 વિરૂધ્ધ 256થી વિશ્વાસનો મત જીતી ગયા હતા અને વિપક્ષની મનની મુરાદ બર આવવા ન દીધી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના ઇતિહાસમાં નરસિંહરાવની સરકારે પણ બે વખત વિશ્વાસ મતની કસોટી આપવી પડી હતી. જોકે તેઓ પણ વિશ્વાસ અકબંધ રાખી શક્યા હતા.

સાંસદ ખરીદવાનો આક્ષે
વિશ્વાસનો મત મેળવવામાં કોંગ્રેસે નાણાં કોથળી ખુલ્લી મુકી હોવાની રાવ ઉઠી હતી. સીપીઆઇએમે આક્ષેપ કર્યો હતો કે, વિશ્વાસના મત દરમિયાન સરકાર તરફી મતદાન કરવા અથવા ગેરહાજર રહેવા માટે ડાબેરી સિવાયના 16 સાંસદોને ખરીદવામાં આવ્યા હતા કે તેમને બ્લેક મેઇલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, નરસિંહરાવ સરકારે સાત સાંસદોને ખરીદી વિશ્વાસ મત મેળવ્યો હોવાની રાવ ઉઠી હતી. મનમોહનસિંહની સરકાર નરસિંહરાવની સરકારને પણ સારી કહેવડાવી જાય છે અવો સીપીઆઇએમ નેતા પ્રકાશ કરાતે આક્ષેપ કર્યો હતો.

ભાજપના સાંસદોનું ક્રોસ વોટીં
ભાજપના સાત સાંસદોએ ક્રોસ વોટીંગ કર્યાનું પણ બહાર આવ્યું હતું. આ સાંસદોમાં બાબુભાઇ કટારા, સોમાભાઇ પટેલ, વ્રજભૂષણ, ચંન્દ્રભાણસિંહ રાઠોડ, ટી.એસ.સાંગિયાન, હરિભાણ રાઠોડ તથા મંજૂનાથનના નામ ઉપસી આવ્યા હતા. જેમને પાછળથી પક્ષે નોટિસ ફટકારી હતી. આવ્યું હતું.

સાંસદમાં દેખાઇ નોટો....
મતદાનથી દુર રહેવા માટે પોતાને ખરીદવા માટે સરકારના મળતીયાઓ દ્વારા લાંચ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભાજપના ત્રણ સાંસદોએ રોકડ નાણાની થોકડીઓ સંસદગૃહમાં દેખાડી હતી. આ બનાવના સંસદમાં ઘેરા પડઘા પડ્યા હતા.