રાષ્ટ્રપતિના હસ્તે દેશના સર્વ શ્રેષ્ટ પુરસ્કારો

PIBPIB

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલે 29 ઓગસ્ટ, 2007ના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી અને ધ્યાનચંદ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. અહીં આ તમામ પુરસ્કાર કોને-કોને આપવામાં આવ્યા હતા, તે રજુ કરવામાં આવ્યા છે.

ક્રોએશિયાના જાગ્રેબમાં 49મી વિશ્વ ચેમ્પિયનશિપમાં ટ્રેપ સ્પર્ધાનો સુવર્ણ અને મેલબોર્ન રાષ્ટ્રમંડળ રમતોમાં કાંસ્ય પદક જીતવા માટે નિશાનેબાજ માનવજીત સિંહ સંધૂને વર્ષ 2006નો શ્રેષ્ઠ રાષ્ટ્રીય રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.

રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર : માનવજીત સિંહ સિંધૂ(નિશાનેબાજ)

દ્રોણાચાર્ય પુરસ્કાર ; આર.ડી, સિંહ(એથલેટિક), દામોદરન ચંદ્રલાલ(મુક્કાબાજ) અને કોનેરુ અશોક(શતરંજ)

અર્જુન પુરસ્કાર : પી. હરિકૃષ્ણા(શતરંજ), કે.એમ. બીનૂ(એથલેટિક્સ), વિજેન્દ્ર (મુક્કેબાજ), અંજુમ ચોપડા(મહિલા ક્રિકેટ), જ્યોતિ સુનીતા કુલ્લૂ (મહિલા હોકી), ચેતન આનંદ (બેડમિંટન), જયંત તાલુકદાર(તીરંદાજ), નવનીત ગૌતમ (કબડ્ડી), વિજય કુમાર(નિશાનેબાજ), સૌરવ ઘોષાલ(સ્ક્વૈશ), શુભાજીત સાહા (ટેબલ ટેનિસ). ગીતા રાણી(મહિલા ભારોત્તોલન), ગીતિકા જાખડ(મહિલા કુશ્તી) અને રોહિત ભાકડ(વિકલાંગ શ્રેણી બેંડમિંટન)

ધ્યાનચંદ પુરસ્કાર : વરિંદર સિંહ (હોકી), શમશેર સિંહ (કબડ્ડી) અને રાજેન્દ્ર સિંહ (કુશ્તી).

તેનજિંગ નોગેં સાહસ પુરસ્કાર : પાલ્ડેન ગિયાચ્ચો(ભૂમિ), મોતુકૂ ઈન્દ્રકાંત રેડ્ડી (હવાઈ), તાપસ ચૌધરી(જળ) અને ગુરૂદયાલ સિંહ (લાઈફ ટાઈમ અચીવમેંટ)

વેબ દુનિયા|
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી : ગુરૂનાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર.


આ પણ વાંચો :