વર્ષ 2007ની ફિલ્મોનુ વિશ્લેષણ

PRP.R

વર્ષ 2007ના પ્રથમ 6 મહીનામાં પ્રદર્શિત ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ જેને કારણે બોલીવુડમાં નિરાશા છવાઈ ગઈ હતી. સુપરહિટ તો છોડો, હિટ ફિલ્મો માટે પણ વાંધા પડી ગયા હતા. જે ફિલ્મો સાથે આશા બાંધી હતી તે પણ અપેક્ષાઓ પર ખરી નહી ઉતરી.

2007નો બીજો હાફ બોલીવુડ માટે સારુ પરિણામ લાવ્યો. આ દરમિયાન કેટલીય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવીને પ્રથમ છ મહિનાના નિરાશાજનક પરિણામોને ભૂલાવી દીધા.

આ સમયે બોલીવુડમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. ફોર્મૂલા ફિલ્મો સિવાય નવા નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. પરજાનિયા ટ્રેફિક સિગ્નલ, બ્લેક ફ્રાયડે, હનીમૂન ટ્રેવલ્સ પ્રા.લિ., વાટર, નેમસેક, ભેજા ફ્રાય, ગાંધી માય ફાધર, બ્લૂ અમ્બ્રેલા, લોયંસ ઓફ પંજાબ, મનોરમા સિક્સ ફીટ અંડર જેવી ફિલ્મો આ વર્ષે જોવા મળી. નવા નિર્દેશક, નવા કલાકાર, આવીને નવું સિનેમા બનાવી રહ્યા છે, જેમા આગળ જતાં પરિણામો સારા મળી શકવાની શક્યતા છે.

IFM
સુપરહિટ ફિલ્મ : વર્ષની બંને સુપરહિટ ફિલ્મો શાહરૂખ ખાનના નામની રહી. 'ચક દે ઈંડિયા' રજૂ થતા પહેલા એક નબળી ફિલ્મ માનવામાં આવી રહી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય કોઈ સુપરસ્ટાર નહોતો. શાહરૂખ પણ પોતાના કાયમી પરિચિત અંદાજ વિરુધ્ધ એક ગંભીર ભૂમિકા નિભાવી રહ્યા હતા. રમતો પર આધારિત ફિલ્મોનો રેકોર્ડ આમ પણ સારો નથી રહ્યો, પણ આ ફિલ્મએ પોતાની મજબૂત સ્ટોરીને કારણે લોકોના દિલ જીતી લીધા.

દિવાળીના દિવસે રજૂ થયેલી 'ઓમ શાંતિ ઓમ'એ ચારે બાજુ પોતાની સફળતાનો ડંકો વગાડી દીધો. 70 ના દશકાના બોલીવુડની પુષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં ફરહા ખાને ઢગલાબંધ મસાલો પરોસ્યો જેનો આનંદ દર્શકોએ પેટ ભરીને ઉઠાવ્યો.

હિટ ફિલ્મ - હિમેશ રેશમિયા અભિનીત ફિલ્મ 'આપકા સુરુર' આશ્ચ્રયજનક રૂપે હીટ લીસ્ટમાં આવી ગઈ. હિમેશના હીરો બનવા પર ઘણા લોકોએ મજાક ઉડાવી, પણ ફિલ્મની રજૂઆત પછી હિમેશના ચેહરા પર ખુશી હતી.

સમય તામ્રકર|
IFM
કોમેડીના રંગે રંગાયેલી 'હે બેબી', 'ભૂલભૂલૈયા' અને 'પાર્ટનર'એ પણ સારો વ્યાપાર કર્યો છે. જેની સફળતાએ સાબિત કર્યુ છે કે દર્શકોને એવી ફિલ્મો જોવી ગમે છે જેમાં ઓછુ દિમાગ લગાવવુ પડે. અક્ષય કુમાર આ પ્રકારની ફિલ્મોમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા. 'હે બેબી' સાજિદ ખાને નિર્દેશિત કરી હતી અને બહેન ફરહાની જેમ તેમને પણ સફળતા મેળવી.


આ પણ વાંચો :