માર્કેટિંગ કરતા શીખી ગયુ બોલીવુડ

N.D
એપ્રિલ મહિનામાં બે મોટી ફિલ્મો રજૂ થઈ, 'બિગ બ્રધર' અને યશરાજની ફિલ્મ 'તારા રમ પમ'. યશરાજની ફિલ્મએ 21 કરોડનો બીઝનેસ કર્યો. કોઈ પણ મોટા હીરો કે હીરોઈન વગરની ફિલ્મ 'ભેજા ફ્રાય' ની ખૂબ પ્રશંસા કરવામાં આવી, આ ફિલ્મએ 6 કરોડથી વધુ નો બીઝનેસ કર્યો. 'ક્યા લવ સ્ટોરી હૈ', 'પંગા ન લો', 'દહક' પણ રજૂ થઈ. મે મહિનાની શરૂઆતમાં યાત્રા રજૂ થઈ. ત્યાર પછી 'ગુડ બૌય બેડ બોય'. 'લાઈફ ઈન મેટ્રો' ' એક ચાલીસકી લોકલ ટ્રેન' 'રકીબ'એ પોતાની કિસ્મત અજમાવી જોઈ. પણ અમિતાભની ફોલ્મ 'ચીની કમ' અને 'શૂટ આઉટ એટ લોખંડવાલા બોક્સ ઓફિસ પર ઠીક રહી.

જૂનમાં 14 ફિલ્મો રજૂ થઈ જેમા યશરાજની ફિલ્મ મુખ્ય હતી. પણ તે બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ. પર અમિતાભકા નયા લુક દર્શકોકો પસંદ આયા. 'આપકા સુરુરે બહુ વખાણ મેળવ્યા. અને 14 કરોડનો બીઝનેસ કર્યો 'અપને'માં ધર્મેન્દ્ર પોતાના બંને પુત્રો સાથે જોવા મળ્યા. આ સિવાય સ્વામી, રેડ સ્વસ્તિક, મિસ અનારા, આવારાપન, જેવી ફિલ્મો રજૂ થઈ. જુલાઈ મહિનામાં 6 ફિલ્મો રજૂ થઈ પણ સૌથી વધુ કમાણી ડેવિડ ધવનની ફિલ્મ પાર્ટનરે 30 કરોડની કમાણી કરી.

N.D
ઓગસ્ટમાં 'કેશ','ગાધી માય ફાધર', કાફિલા', 'મેરી ગોલ્ડ' રજૂ થઈ પણ સૌથી વધુ નામ અને પૈસો કમાવ્યો યશરાજની ફિલ્મ 'ચક દે ઈનિડ્યા'એ. ફિલ્મની વાર્તા હોકી પર આધારિત હતી. ફિલ્મનું નિર્દેશન સારુ હતુ. આ ફિલ્મ યશરાજની ઈજ્જ્ત બચાવનારી ફિલ્મ સાબિત થઈ. આ મહિનામાં રજૂ થયેલ ફિલ્મ 'હે બેબી' એ 24 કરોડનો બીઝનેસ કરી ચોકાવી દીધા. અક્ષય કુમારે એકલાએ પોતાના દમ પર આ ફિલ્મ હીટ કરાવી. આ મહિનાની સૌથી ફ્લોપ ફિલ્મ 'રામ ગોપાલ વર્માની આગ' જે શોલેના રિમેકના રૂપમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મએ રામ ગોપાલ વર્માને બેકફૂટ પર લાવી દીધા.

N.D
સપ્ટેમ્બર મહિનો ફ્લોપ ફિલ્મોનો રહ્યો. 'અપના આસમા', 'ડાર્લિંગ', 'ધમાલ', 'અગર', 'નન્હે જૈસલમર', 'ઢોલ' 'મનોરમા સિક્સ ફીટ અંડર', 'દિલ દોસ્તી એકસ્ટ્રા' બધી ફ્લોપ રહી. પણ ફિલ્મને કારણે મુકેશ પોતે નીલ મુકેશ રૂપે જાણીતો બન્યો. ઓક્ટોમ્બરમાં 'ગો', 'સ્પીડ', 'બાલ ગણેશ', 'મુંબઈ સાલસા' રજૂ થઈ. પણ 'ભૂલ ભૂલૈયા', 'જબ વી મેટ' સફળ રહી અને યશરાજની ફિલ્મ 'લાગા ચુનરીમે દાગ' અને જોન અબ્રાહમની 'નો સ્મોકિંગ' ફ્લોપ ગઈ.

N.D
નવેમ્બર મહિનાને બોલીવુડના ઈતિહાસમાં માર્કેટિંગ તરીકે ઓળખાશે. સંજય લીલા ભંસાલીકી 'સાવરિયા' અને શાહરૂખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' ને માર્કેટિંગ દ્વારા હિટ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં શાહરૂખની ફિલ્મ સફળ રહી અને ભંસાલીની ફિલ્મ ફ્લોપ રહી. આ ફિલ્મ પહેલી એવી ફિલ્મ હતી જેને હોલીવુડની કંપનીએ બનાવી હતી. જોન-બિપાશાની ફિલ્મ 'ધન ધનાધન ગોલ'ને સામાન્ય અને હિટની વચ્ચેની ફિલ્મ ગણી શકાય. માધુરી દીક્ષિતની ફિલ્મ 'આજા નચ લે'ની પણ ખરાબ હાલત થઈ. વિવાદમાં ધેરાવા છતા આ ફિલ્મને ખાસ સફળતા ન મળી, હા માધુરીના કામના વખાણ જરૂર થયા.

N.D
ડિસેમ્બર મહિનાની શરૂઆત બહુ ખરાબ રહી. 'ખોયા ખોયા ચાઁદ'નું એકાદ ગીત લોકોને મોઢે ચઢ્યુ હશે, 'દસ કહાનિયા; જોનારા કોઈ પણ ન મળ્યા. આમિર ખાનની 'તારે જમીન પર' અને પર્સેપ્ટ પિક્ચર કંપનીની 'ધ રિટર્ન ઓફ હનુમાન' બાળકોને લલચાવવામાં સફળ રહી. 'વેલકમ' નો પણ ઠીક ઠીક રીસ્પોંસ રહ્યો. એકદંરે 2007 બોલીવુડ માટે મિશ્રીત સફળતાવાળુ વર્ષ રહ્યુ.
નઇ દુનિયા|


આ પણ વાંચો :