એશને આગામી વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

અભિષેક જ મારા જીવનનો સાચો હીરો છે : એશ્વર્યા

IFM
એશ્વર્યા વિશે -

એશ્વર્યાનો જન્મ દક્ષિણ ભારતના મેંગ્લોર શહેરમાં થયો હતો. તેની માતૃભાષા તેલુગુ છે. તેના પિતાનું નામ ક્રિષ્નારાજ અને માતા વૃંદા રાય. જો કે એશના જન્મ પછી બધા મુંબઈ સ્થાયી થઈ ગયા હતાં. એશને એક મોટો ભાઈ છે જેનું નામ આદિત્ય છે. એશ્વર્યાએ મુંબઈની આર્ય વિધા મંદિરમાંથી શિક્ષણ મેળવેલું છે. ત્યારબાદ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની જયહિંદ કોલેજમાં એકવર્ષ અને પછી એચએસસી રૂપારેલ કોલેજમાં કર્યુ હતું. એશ્વર્યા આર્કિટેકટની વિધાર્થીની હતી.

એશની કારકિર્દીની શરૂઆત-
કારકિર્દી મોડેલીંગથી શરૂ થઈ હતી. ત્યારબાદ તો એશે ૧૯૯૪માં મીસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને સુષ્મિતા પછી બીજા નંબરે રહી હતી. એશને મિસ વલ્ર્ડ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળ્યો અને તે બાજી મારી ગઈ. આ ઉપરાંત મીસ ફોટોજેનિક પણ બની.

એશની ફિલ્મ કારકિર્દી -
એશની કારકિદીર્ શરૂ થઈ તેલુગુ ફિલ્મ 'ઈરૂવર' (૧૯૯૭)થી. જેમાં તેની સાથે ખ્યાતનામ હીરો મોહનલાલ હતો. જયારે હિન્દી ફિલ્મોમાં એશની પ્રથમ ફિલ્મ રાહુલ રવૈલ દિગ્દર્શીત 'ઓર પ્યાર હો ગયા' હતી જેમાં તેનો સહ કલાકાર હતો બોબી દેઓલ. ફિલ્મ જૉ કે બોકસ ઓફિસ પર ફલોપ ગઈ. ત્યાર બાદ આવી શંકરની 'જીન્સ' ફિલ્મ જેણે એશને ફિલ્મફેરની દક્ષિણની ફિલ્મોની કેટેગરીમાં બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ અપાવ્યો. તેમ છતાં શરૂઆતમાં ફિલ્મ કેરિયર એશની સફળ ન્હોતી, તેમ છતાં તેણે પાછુ વાળીને જોયું નહી અને ૧૯૯૯માં સુભાષ ઘાઈની 'તાલ', ૨૦૦૦માં શાહરૂખ સાથેની 'મહોબતે' અને ત્યારબાદ ફરીથી શાહરૂખ સાથે આવેલી ફિલ્મ 'જોશ'. દરેકમાં એશના પાત્રમાં વિવિધતાઓ જ દેખાય. સૌથી કમાલ કરી દીધી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસે'. આ ફિલ્મમાં પારોની ભૂમિકાએ એશને એક ગજબના મુકામ પર મૂકી દીધી. જેના કારણે તેને ફિલ્મફેરનો બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. વિદેશમાં પણ આ ફિલ્મે ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. કેન્સ ફિલ્મ્સ ફેસ્ટીવલમાં તેનો સ્પેશિયલ શો રાખવામાં આવ્યો હતો.

એશને પ્રપોશ કરનારા પુરૂષો -
મોડેલીંગની શરૂઆતમાં એશ્વર્યાની જીંદગીમાં મોડેલ રાજીવ મુલચંદાની હતો, જેની સાથે તેણે પ્રથમ ડેટિંગ કર્યુ, ત્યારબાદ તો તેનું નામ સલમાન ખાન સાથે 'હમ દિલ દે ચુકે સનમ 'વખતથી જૉડાયું હતું. સલમાન અને એશ એકબીજાના પ્રેમમાં હતાં પરંતુ કોણ જાણે કોઇની નજર લાગી જતા બન્ને છૂટા પડયા અને એશની જીંદગીમાં આવ્યો વિવેક અબોરોય. પરંતુ તે પણ એશને જામ્યો નહીં અને આખરે મીસ વર્લ્ડ અટકી ગઈ અભિષેક બરચન પર.

એશના લગ્ન -
N.D
૧૪મી જાન્યુઆરી ૨૦૦૭ના રોજ એશની અભિષેક સાથે સગાઈ થઈ અને ત્યારબાદ તુરંત જ એટલે કે ૨૦મી એપ્રિલે તેઓ શાદીના બંધનમાં બંધાઈ ગયા હતાં. કેન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પણ એશ ૨૦૦૨થી નિયમિતપણે દેખાય છે. ૨૦૦૩માં તો તે જયુરી મેમ્બર પણ બની હતી. ઓકટોબર ૨૦૦૪માં એશ્વર્યાનું લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પૂતળું પણ મુકવામાં આવ્યું છે. ખ્યાતનામ ટાઈમ સામયિક ઘ્વારા ૨૦૦૪માં એશની ગણના વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં ગણના થઈ હતી. આ પહેલા ૨૦૦૩માં એશ્વર્યા ટાઈમ સામયિકની એશિયા એડિશનના કવર પર ચમકી હતી.

એશે લગ્ન પહેલા કરેલી તેની ફિલ્મ ધૂમ-2માં તેણે રીતીકને ચુંબન આપ્યું હતું તે ખૂબજ વિવાદાશ્પદ રહેતા આખરે બરચન પરિવારે તે ફિલ્મથી કઢાવી નાખ્યું હતું. ફિલ્મમાં એશનો રોલ એ પ્રકારનો હતો કે તેણે કપડા પણ એકદમ સેકસી પહેરવા પડયા હતાં જેના કારણે પણ તે ચર્ચામાં આવી ગઈ હતી. જો કે ફિલ્મ ખુબ જ સફળ થઈ હતી અને રીતીક સાથે એશની કેમેસ્ટ્રી પણ ગજબની લાગતી હતી. હાલમાં જ રીતીક અને એશને બેસ્ટ સ્ટાઈલિશ કપલનો એવોર્ડ પણ આ જ ફિલ્મ માટે મળેલ છે.

છેલ્લે -
આવતું વર્ષ તેના અને તેના પતિ માટે ખુબ જ સારુ નીવડે તેવી કામના....
એજન્સી|


આ પણ વાંચો :