સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By સમય તામ્રકર|

આ વર્ષ સ્થાપિત હિરોઇનોના વળતા પાણી

વર્ષ 2007ની નવી ઇરોઇનોની બોલબાલા

અભિનેત્રીઓના ક્ષેત્રમાં આ વર્ષે ઘણી ઉથલ-પાથલ જોવા મળી. રાણી, પ્રીતી, બિપાશા, ઐશ્વર્યા, જેવી સ્થાપિત નાયિકાઓને પાછળ ધકેલી કૈટરીના, વિદ્યા, દીપિકા અને લારા દત્તા જેવી અભિનેત્રીઓએ હિટ ફિલ્મો આપી. ચાલો જોઈએ કેવી રહી અભિનેત્રીઓની સ્થિતિ -
IFM
કૈટરીના કૈફ (નમસ્તે લંડન, પાર્ટનર, અપને, વેલકમ) આ વર્ષ તો શુ પણ કૈટરીનાના આખા ફિલ્મી કેરિયર પર નજર નાખવામાં આવે તો એકાદને છોડીને તેની બધી ફિલ્મો હિટ રહી છે. સલમાન ખાનની પ્રેમિકાના રૂપમાં ઓળખાનારી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી લીધી છે. હવે તે પોતાના નિર્ણયો જાતે જ લે છે. નિર્માતા કેટરીનાને ગંભીરતાથી લેવા માંડ્યા છે. કેટરીના પણ પોતાના અભિનયમાં સતત સુધાર લાવી રહી છે. આશા છે કે 'વેલકમ' તેની આ વર્ષની સો ટકા સફળતાનો રેકોર્ડ બરકરાર રાખી શકે.
IFM
વિદ્યા બાલન (સલામ-એ-ઈશ્ક, ગુરૂ, એકલવ્ય, હે બેબી, ભૂલભૂલૈયા)ત્રણ હિટ ફિલ્મોમાં કામ કરીને વિદ્યાએ પોતાની સ્થિતિ ખૂબ જ મજબૂત કરી લીધી છે. 'હે બેબી'માં પોતાને મોર્ડન લુક આપીને વિદ્યાએ ગ્લેમરસ બનવાની કોશિશ કરી છે. અભિનય વિદ્યાનો મજબૂત પક્ષ છે. તેથી તેને મણિરત્નમ, નિખિલ અડવાણી, વિધુ વિનોદ ચોપડા અને પ્રિયદર્શન જેવા સ્ટાર નિર્દેશકોની સાથે કામ કરવાની તક મળી. 2008માં પણ તેમની કેટલીક સારી ફિલ્મો પ્રદર્શિત થશે.
IFM
દીપિકા પાદુકોણ (ઓમ શાંતિ ઓમ)દીપિકાએ આ વર્ષે બોલીવુડમાં આગમન કર્યુ અને કેટલીય હીરોઈનોની ઉંઘ ઉડાડી દીધી. એક જ ફિલ્મ કર્યા પછી દીપિકા ત્યાં પહોંચી ગઈ, જ્યાં પહોંચવા માટે બીજી અભિનેત્રીઓને વર્ષો લાગી જાય છે. બોલીવુડના બધા ટોપ બેનર્સ અને નાયક દીપિકાને સાઈન કરવા ઉતાવળા થઈ રહ્યા છે. યુવા વર્ગમાં લોકપ્રિય દીપિકા આ સમયે નંબર વન નાયિકા બનવાની સૌથી વધુ હકદાર છે.
IFM
રાણી મુખર્જી (તા રા રમ પમ, લાગા ચુનરીમે દાગ, સાઁવરિયા)અભિનયની મહારાણી તરીકે ઓળખાતી રાણી હવે ફક્ત પસંદગીની ફિલ્મોમાં અભિનય કરે છે. આ વર્ષે સફળતા તેનાથી છેટી રહી. 'લાગા ચુનરીમે દાગ' પૂરી રીતે રાણીની ફિલ્મ હતી, પણ ટિકીટ બારી પર ફ્લોપ થઈ ગઈ. 'સાઁવરિયા' અને 'તા રા રમ પમ' જેવી ફિલ્મોમાં રાણીનો અભિનય શ્રેષ્ઠ હતો, પણ ફિલ્મ નબળી હોવાનું નુકશાન રાણીને વેઠવું પડ્યુ. કદાચ રાણી હવે લગ્ન કરવાના મૂડમાં છે.
IFM
પ્રિતી જિંટા - (ઝૂમ બરાબર ઝૂમ) પ્રિતીએ હવે અભિનયને બદલે નેસ વાડિયા વધુ ગમે છે. ફક્ત એક જ ફિલ્મમાં તે આ વર્ષે જોવા મળી અને તે પણ ફલોપ થઈ ગઈ. લાગે છે કે રાણીની જેમ પ્રિતી પણ વર્ષ 2008માં લગ્ન બંધનમાં બંધાઈ જશે.
IFM
એશ્વર્યા રાય (ગુરૂ, પ્રોવોક્ડ)ફિલ્મોની જગ્યાએ એશ્ચર્યા લગ્ન, કડવા ચોથ અને ધાર્મિક સ્થળો પર જવાને કારણે વધુ ચર્ચામાં રહી. તેના ગર્ભવતી હોવાના અનુમાનો લાગતા રહ્યા. બોલીવુડના મોટાભાગના ટોપ હીરો સાથે તેની કિટ્ટા થઈ ચૂકી છે. ફિલ્મોને બદલે પરિવાર એશ્વર્યા માટે વધુ મહત્વપૂર્ણ થઈ ગયો છે. આ વર્ષે 'ગુરૂ' ના રૂપમાં તેને સફળતા મળી અને પ્રોવોક્ડમાં તેના વખાણ થયા.
IFM
લારા દત્તા (ઝૂમ બરાબર ઝૂમ)'ઝૂમ બરાબર ઝૂમ ' જેવી ફ્લોપ ફિલ્મથી ફક્ત એક જ વ્યક્તિને ફાયદો થઈ શકે છે અને તે છે લારા દત્તા. 'પાર્ટનર' ફિલ્મએ તેની હિટ ફિલ્મના દુકાળને પણ દૂર કરી દીધો. લારાએ આ સાબિત કરી બતાવ્યુ કે તે કોમેડી પણ કરી શકે છે, બસ તેને તક મળવી જોઈએ. બે શરીર એક પ્રાણ તરીકે ઓળખાતા લારા-કૈલીની જોડીએ કદાચ કોઈની નજર લાગી ગઈ અને તેઓ જુદા થઈ ગયા.
IFM
શિલ્પા શેટ્ટી (મેટ્રો, અપને)વર્ષ 2007 શિલ્પાની જિંદગીનું સર્વશ્રેષ્ઠ વર્ષ રહ્યુ. 'બિગ બ્રધર'ની વિજેતા બન્યા પછી તે આંતરરાષ્ટ્રીય સ્તરની સેલિબ્રિટી બની ગઈ. ફિલ્મોને બદલે તેનો મ્યુઝીકલ શો 'મિસ બોલીવુડ' બહુ સફળ રહ્યો. આ વર્ષે રજૂ થયેલી 'મેટ્રો',માં શિલ્પાના અભિનયની ચર્ચા થઈ, જ્યારેકે તેણે 'અપને' દેઓલ પરિવાર સાથે પોતાના સંબંધોને કારણે કરી.
IFM
કરીના કપૂર (જબ વી મેટ) કરીનાએ શાહિદનો સાથ છોડીને સૈફનો હાથ પકડી લીધો. બિચારા શાહિદ જોતા જ રહી ગયા. પોતાની શર્તો પર જીંદગી જીનારી કરીના આખા વર્ષ દરમિયાન પોતાના પ્રેમને કારણે ચર્ચામાં રહી. 'જબ વી મેટ' ની સફળતાનો તાજ તેના કપાળે બંધાયો. સૈફની સાથે પ્રેમમાં પાગલ કરીનાની પાસે સારી ફિલ્મો છે, જે આવતા વર્ષે રજૂ થશે.
IFM
પ્રિયંકા ચોપડા (સલામ-એ-ઈશ્ક, બિગ બ્રધર)પ્રિયંકા દ્વારા સૌથી પહેલા સાઈન કરવામાં આવેલી 'બિગ બ્રધર' આ વર્ષે સિનેમાઘરોમાં આવી શકી. તેમની બંને ફિલ્મો ફ્લોપ ગઈ, પણ પ્રિયંકાને નજરઅંદાજ નથી કરી શકાતી, તેની સાથે ઉંમર નિર્દેશકોનો વિશ્વાસ છે. આવનારા દિવસો દરમિયાન તેની કેટલીક સારી ફિલ્મો જોવા મળશે. હરમનની માળા જપવાને બદલે તેણે અભિનય પર વધુ ધ્યાન આપવું જોઈએ.
IFM
બિપાશા બસુ (નહેલે પે દેહલા, ગોલ)પોતાના બોયફ્રેંડની જેમ બિપાશાને પણ આ વર્ષે સફળતા નથી મળી. બિપાશા કેરિયરના ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહી છે. તેની પાસે સારી ફિલ્મોનો અભાવ છે. જોન અને બિપાશાની વચ્ચે બ્રેકઅપના સમાચારો આ વર્ષે આવતી રહી, પણ પછી બધુ ઠીક થઈ ગયુ. કદાચ જોન-વિદ્યાના સમાચારોથી કંટાળીને બિપાશાએ સૈફ સાથે પોતાની દોસ્તી વધારી હતી. ચાલ સફળ થઈ અને જોન-બિપાશાની પાસે દોડી આવ્યા.
IFM
સુષ્મિતા સેન (રામગોપાલ વર્માકી આગ)પોતાની લાઈફ-સ્ટાઈલને માટે ચર્ચામાં રહેલી સુષ્મિતાનું આ દુર્ભાગ્ય છે કે તેને બોલીવુડમાં ગંભીરતાથી નથી લેવાતી. રામૂની આગ તેની આ વર્ષે રજૂ થનારી એકમાત્ર ફિલ્મ રહી. 'દુલ્હા મિલ ગયા' નામની ફિલ્મ કરી રહેલી સુષ્મિતાએ હવે જલ્દી યોગ્ય વર શોધી લેવો જોઈએ.