સોમવાર, 29 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Modified: બુધવાર, 6 મે 2015 (12:59 IST)

HIT AND RUN: નિર્ણય પછી રડી પડ્યા સલમાન, મા બેહોશ, ભાઈ-બહેનને આધાત

HIT AND RUN: નિર્ણય પછી રડી પડ્યા સલમાન
દોષી સાબિત થયા પછી જજે સલમાન ખાનને કહ્યુ કે આ આરોપોમાં 10 વર્ષની સજા થઈ શકે છે. તમારે શુ કહેવુ છે ? જજના આ સવાલ પર ગભરાયેલ સલમાન ખાન કશુ ન બોલી શક્યા અને પોતાના વકીલની તરફ જોયુ. હવે તેમના વકીલ અપીલ કરી રહ્યા છે. 
 
જેવો જ કોર્ટે નિર્ણય સંભળાવ્યો. સલમાન કોર્ટમાં પોતાના બચાવમાં કશુ જ ન કહ્યુ.. 
હવે શુ થશે.  
 
જો કોર્ટ આજે જ સજાનુ એલાન કરી દે છે અને સજા ત્રણ વર્ષથી ઉપર થાય છે તો તેમને આજે જ સીધા જેલમાં મોકલી દેવામાં આવશે અને જો સજા ત્રણ વર્ષથી ઓછી થાય છે તો નીચલી કોર્ટ તેમને બેલ આપી શકે છે. 
 
હાલ કોર્ટની કાર્યવાહી ચાલુ છે. 
 
રડી પડી અલવીરા.. 
કોર્ટના નિર્ણય પછી સલમાન ખાનની બહેન અલવીરા કોર્ટ પ્રાંગણમાં જ રડી પડી. પરિવારના બીજા સભ્યો પણ ખૂબ ઉદાસ છે.