શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated :મુંબઈ. , શુક્રવાર, 8 મે 2015 (12:56 IST)

હિટ એંડ રન કેસ - સલમાનન મળી રાહત...સલમાનની 5 વર્ષની સજા પર રોક

સલમાન ખાનને રાહત, જામીન ચાલુ રહેશે. બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય - હાલ સલમાનની સજા પર રોક. જેલ જવાથી બચ્યા સલમાન ખાન . હાઈકોર્ટે સલમાનની 5 વર્ષની સજા પર હાલ રોક લગાવી. જ્યા સુધી હાઈકોર્ટમાં કેસ ચાલશે સલમાન ખાન જેલ નહી જાય. આજે જ જામીન લેવા માટે સેશંસ કોર્ટ જશે. સલમાન ખાન.  સલમાનને ખાનને નવુ બેલ બૉંડ ભરવુ પડશે. સલમાન પહેલા સરેંડર કરશે. પછી જામીન લેશે. 
 






- સલમાનની 5 વર્ષની સજા પર રોક 

- સલમાન હવે જેલ નહી જાય. હાઈકોર્ટે તેમની 5 વર્ષની સજા પર રોક મુકી દીધી છે. જ્યા સુધી તેમનો કેસ હાઈકોર્ટમાં ચાલશે ત્યા સુધી તેઓ જામીન પર રહેશે. 
 
સલમાન ખાન હિટ એંડ રન કેસ લાઈવ - બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ, સલમાનના ફૈને ઝેર પીધુ 
 
અપીલ સાંભળવામાં આવી રહી છે તો જેક કેમ મોકલવામાં આવે. 304-2 ઘારા કેસમાં પહેલા કેમ ન લાગી- જજ 
 
કારમાં ત્રણ જ લોકો હતા. રવિન્દ્ર. સલમાન અને કમાલ ખાન - સરકારી વકીલ 
 
સરકારી વકીલે જજને પુછ્યુ કે તમે સલમાનને જામીન મળવાનો વિરોધ કેમ કરી રહ્યા છો ?  સજા સસ્પેંડ કરવામાં શુ વાંધો છે ? તમે કોર્ટને ગુમરાહ કેમ કરી રહ્યા છો ? 
 
સલમાન ખાનના સમર્થકે ઝેર ખાવાનો પ્રત્યન કર્યો. બોમ્બે હાઈકોર્ટની બહાર એક શીશી ઝેર પીવાની કોશિશ કરી. ફૈનને હોસ્પિટલમાં લઈ જવામાંઅ અવ્યો. પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી લીધી. ફૈને ઝેર પીતા પહેલા કહ્યુ કે હુ સલમાનને સજા મળવાથી દુખી છુ. 
 
જજે પુછ્યુ કમાલ ખાનને પૂછપરછ કેમ ન કરી. સરકારી વકીલનો પક્ષ - કમાલ ખાન બ્રિટિશ નાગરિક છે. પૂછપરછ માટે હાજર નથી  સરકારી વકીલ્ 
વર્ષ 2002ના હિટ એંડ રન મામલે બોલીવુડ અભિનેતા સલમાન ખાનની દોષસિદ્ધિના વિરુદ્ધ પોતાની અપીલ અને જામીન અરજી પર મુંબઈ હાઈકોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. બધાની નજર આજે મુંબઈ હાઈકોર્ટના નિર્ણય પર  ટકી છે. જેનાથી એ નક્કી થશે કે સલમાન જેલ જશે કે તેમને નિયમિત જામીન મળશે. માહિતી મુજબ વકીલ હરીશ સાલ્વે અજે સલમાનની જામીન અરજી પર દલીલો નહી આપે. તેમના સ્થાન પર અમિત દેસાઈ કેસની પેરવી કરશે. 
 
સલમાનની અપીલ ન્યાયમૂર્તિ અભય થિપ્સે પીઠ સામે સૂચીબદ્ધ છે. આ પીઠે ગુરૂવારે સલમાનને બે દિવસની અંતરિમ જામીન આપી હતી. સલમાનની અરજી પર આજે સવારે 11 વાગ્યે સુનાવણી થશે. 
 
હિટ એંડ રન કેસમાં સલમાન ખાનને અંતરિમ જામીન આપવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી. 
 
ઉલ્લેખનીય છે કે અભિનેતા સલમાનને બુઘવારે બિનઈરાદાપૂર્વક હત્યા સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ ધારાઓ અને મોટર વાહન અધિનિયમ અને અન્ય કાયદાના દંડાત્મક જોગવાઈઓ હેઠળ દોષી જોવા મળતા પાંચ વર્ષનો સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટે તેને 28 સપ્ટેમ્બર 2002ના રોજ ઉપનગર બાંદ્રામાં પોતાની ટોયોટા લેંડ ક્રૂઝર કાર અમેરિકન એક્સપ્રેસ બેકરી સાથે અથડાવવાના દોષી જોયા હતા. આ ઘટનમાં ફુટપાથ પર સૂતા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ હતુ. જ્યારે કે ચાર અન્ય ઘાયલ થયા હતા. 
 
દોષ સાબિત થયા બાદ સલમાનના વકીલે ઉચ્ચ ન્યાયાલય પાસે તેમને બે દિવસની અંતરિમ જામીન આપવાની અપીલ કરી હતી. કારણ કે તેમને આ નિર્ણયની એ વિગતવાર કોપી નહોતી મળી. જેના આધાર પર તેમની અપીલ સાંભળવામાં આવશે. નીચલી કોર્ટના ન્યાયાધીશ ડીડબલ્યૂ દેશપાંડેએ પછી બુધવારે સાંજે સલમનાને નિર્ણયની 240 પેજની કોપી સોંપી હતી. ન્યાયમૂર્તિ થિપ્સેએ સલમાનને આઠ મે સુધી અંતરિમ જામીન આપતા કહ્યુ હતુ કે અપીલકર્તા પુરી સુનાવણી દરમિયાન જામીન પર હતી અને દોષસિદ્ધિના નિર્ણયની કોપી તેમને અત્યાર સુધી નથી આપવામાં આવી. તેથી અપીલકર્તાને ન્યાયના હિતમાં થોડા સમય માટે સંરક્ષણ આપવુ યોગ્ય રહેશે. આ મામલે 13 વર્ષથીએ જામીન પર ચાલી રહેલ સલમાને તેમની અપીલ પર સુનાવણીના સમયે ઉચ્ચ ન્યાયાલયમાં હાજર રહેવાની શક્યતા નથી.  
 
અપીલ પર સુનાવણી પુર્ણ થતા અને તેનો ઉકેલ આવતા સુધી જામીન માંગતા સલમાને કહ્યુ કે કોર્ટ જરૂર મુજબ શરત લગાવીને તેમને જામીન આપી શકે છે. તેમણે કહ્યુ કે તેમણે ક્યારેય કોર્ટ દ્વારા લાગેલી જામીન શરતોનો દુરુપયોગ કર્યો નથી. 
 
બીજી બાજુ સલમાન ખાનને 2002ના હિટ એંડ રન મામલે બે દિવસની અંતરિમ જામીન આપવાના મુંબઈ ન્યાયાલયના આદેશ વિરુદ્ધ ગુરૂવારે હાઈકોર્ટમાં ફરિયાદ કરીવામાં આવી. ઉલ્લેખનીય છે કે હિટ એંડ રન મામલામાં સલમાન ખાનને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે.