શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:07 IST)

Hindu Wedding - હિન્દુ લગ્ન દરમિયાન વર-વધુ લે છે આ 7 વચન... જાણો દરેક વચનનો શુ છે મતલબ

ન તો એક ફેરો ઓછો કે ન એક વધુ 
 
એવુ કેમ હોય છે કે જ્યા સુધી સાત ફેરા પૂરા નથી થતા ત્યા સુધી લગ્ન અધૂરા કહેવાય છે. ન એક ફેરો ઓછો કે ન એક વધુ. પૂરા સાત ફેરા 
 
આમ તો આજકાલ કેટલાક લગ્ન સમારંભમાં ચાર કે પાંચ ફેરાથી કામ થઈ જાય છે પણ માહિતગારો મુજબ આ પ્રકારના સંસ્કાર સુખદ નથી રહેતા. એવુ લોકો માને છે. 
 
સાત ફેરાનું રહસ્ય શુ છે ? 
પંડિતોનુ કહેવુ છે કે આનો ઉદ્દેશ્ય વરવધૂને ચેતનાના દરેક સ્તર પર એકરસ અને સાંમજસ્યથી સંપન્ન કરવાનો છે. ચેતનાના સાત સ્તરોની ચર્ચા કરતા કહેવાયુ છે કે સાતની સંખ્યા માનવ જીવન માટે ખૂબ જ વિશિષ્ટ છે. 
 
યજ્ઞ અને સંસ્કારના વાતાવરણ અને વિશિષ્ટ લોકોની હાજરીમાં સાત ફેરા એક સાથે સાતમા પદ કે પરિક્રમામાં વર વધુ એક બીજાને કહે છે કે અમે એકબીજાના પરસ્પર મિત્રો બની ગયા છે. 
 
શરીરમાં વર્તમાન ચક્ર સાથે સપ્તપદીનો સંબંધ 
 
શરીરના નીચલા ભાગથી શરૂ થઈને ઉપરની બાજુ વધવા પર તેમની સ્થિતિ આ પ્રકારની માનવામાં આવી છે. મૂળાધાર, (શરીરનો પ્રારંભિક બિંદુ) સ્વાધિનિષ્ઠાન (ગુદાસ્થાન થી ઉપર) મણિપુર(નાભિકેન્દ્ર) અનાહત, (હ્રદય) વિશુદ્ધ(કંઠ) આજ્ઞા (લલાટ બંને નેત્રોની વચ્ચે) અને સહસ્ત્રાર (ટોચનો ભાગ જ્યા શિખા કેન્દ્ર છે)  
 
ચક્ર શરીરનુ કેન્દ્ર છે. એની જેમ જ શરીરના પણ સાત સ્તર માનવામાં આવે છે. તેના નામ આ રીતે છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, માનસ શરીર, આત્મિક શરીર, દિવ્ય શરીર અને બ્રહ્મ શરીર.  આપણે પ્રત્યક્ષ કે સ્થૂળ શરીર જ આંખોથી જોવાય છે. તેની અંદરના અવયવ સ્પર્શીને કે બીજી રીતે જાણી શકાય છે. 

લગ્નના સાત ફેરામાં એ શક્તિ કેન્દ્રો અને અસ્તિત્વના પડ કે શરીરના ઊડા રૂપો સુધી એકાગ્ર કાયમ કરવાનું વિધાન રચવામાં આવે છે. માત્ર શિક્ષા નહી વ્યવ્હારિક વિજ્ઞાનના રૂપમાં પણ.  આ તથ્યને સમજાવવા માટે જ સાત ફેરા કે સાત વચનોને સંગીતની સાથે સાત સુર ઈન્દ્રધનુષના સાત રંગ સાત તલ સાત સમુંદર સાત ઋષિ સાત લોક વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે.  અસલ વાત શરીર મન અને આત્માના સ્તર પર એક્ય સ્થાપિત કરવાનો છે જેને જન્મ જન્માંતરનો સાથે કહી શકાય.  
 
લગ્નના સાત ફેરા અને સાત વચન 
પ્રથમ ફેરો - સૌ પ્રથમ વચન હોય છે કે પતિ-પત્નિને આજીવન પર્યાપ્ત અને સન્માનનીય રીતે ભોજન મળતું રહે.
બીજો ફેરો - બીજું દંપતીનું જીવન શાંતિ અને સુખેથી વીતે.
ત્રીજો ફેરો -  ત્રીજું બન્ને જીવનમાં આધ્યાત્મિક તથા ધર્મિક કર્તવ્યનું પાલન કરે.
ચોથો ફેરો - ચોથા ફેરામાં બન્ને સૌહાર્દ્રપૂર્ણ  તથા પરસ્પર પ્રેમ સાથે જીવન વિતાવે,
પાંચમો ફેરો -  પાંચમા ફેરાનું વચન હોય છે વિશ્વનું કલ્યાણ થાય અને સંતાનપ્રાપ્તિ થાય.
છઠ્ઠો ફેરો -  છઠ્ઠા વચનમાં પ્રાર્થના કરવામાં આવે છે કે તમામ ઋતુઓ યોગ્ય રીતે ધનધાન્ય ઉત્પન્ન કરીને સમગ્ર વિશ્વને સુખી કરે, કારણ કે તમામના સુખમાં દંપતીનું પણ ભલું થાય છે  અને
સાતમો ફેરો - સાતમા ફેરામાં પતિ-પત્નિ પરસ્પર વિશ્વાસ, એકતા, મનમેળ અને શાંતિ સાથે જીવન વ્યતીત કરે.
આ સાત ફેરા સાથે લેવામાં આવતા વચનમાં વિશ્વની શાંતિ અને સુખની પ્રાર્થના કરવામાં આવે છે