ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (00:41 IST)

આ દિશામાં સાવરણી મુકવાથી થાય છે ધનલાભ

હિન્દુ ધર્મની માન્યતા છે કે જેઘરમાં સંપૂર્ણ રીતે સાફ સફાઈ થાય છે ત્યા ધન, સંપત્તિ અને સુખ શાંતિ રહે છે. તેનાથી વિપરિત જ્યા ગંદકી હોય છે ત્યા ગરીબીનો વાસ રહે છે. સાવરણી ઘરનો કચરો બહાર કરે છે તેથી તેને લક્ષ્મીનુ એક સ્વરૂપ અને કચરાને દરિદ્રતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી સાવરણીને ઘરમાં કંઈ બાજુ મુકવામાં આવે એ ખૂબ મહત્વપૂર્ણ વાત છે..  
 
- ઘરમાં યોગ્ય દિશામાં સાવરણી મુકવાથી કરાવી શકે છે ધન સંબંધી લાભ 
- જે રીતે ધનને છુપાવીને મુકવામાં આવે છે એ જ રીતે ઝાડુને પણ સંતાડીને મુકવી જોઈએ. 
- સાવરણીને હંમેશા ઘરની પાછળ સંતાડીને રાખવી જોઈએ 
- સાવરણીને હંમેશા ઘરમાં સુવાડીને મુકવી જોઈએ. ઉભી સાવરણી મુકવી અશુભ માનવામાં આવે છે. 
- શુક્રવારે સાવરણી ખરીદીને ઘરમાં લાવવાથી ઘરમાં બરકત રહે છે 
- સાવરણીને મુકવાનુ સૌથી યોગ્ય સ્થાન ઘરનો દક્ષિણ-પશ્ચિમ ખૂણો માનવામાં આવે છે. 
- કચરો વાળવાનો યોગ્ય સમય દિવસના પ્રથમ ચાર પ્રહર મતલબ સૂર્યાસ્ત પહેલાનો સમય માનવામાં આવ્યો છે. 
- રાતના ચાર પ્રહરમાં કચરો વાળવાથી દરિદ્રતા પગ પસારે છે એવુ માનવામાં આવે છે