ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : સોમવાર, 13 નવેમ્બર 2017 (12:51 IST)

ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો સાવરણીના આ ઉપાય(VIdeo)

broom
પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. 
 
અખંડ ધન સંપતિ મેળવવા માટે સાવરણીના પ્રયોગ 
 
* માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે ઘરની આસપાસના કોઈ મંદિરમાં બ્રહ્મ મૂહૂર્તમાં ત્રણ સાવરણીના ગુપ્ત  દાન( વગર કોઈને જણાવ્યા) સાવરણી દાન કરો. 
 
* મંદિરમાં સાવરણી દાન કરતા પહેલા શુભ મૂહૂર્ત જોઈ લો જેમ કે કોઈ તહેવાર દિવાળી કે દશેરા વગેરે. આ દિવસે દાનની મહ્ત્વતા વધી જાય છે અને ઘરમાં સ્થાઈ લક્ષ્મીના વાસ થાય છે. 
 
* જે દિવસે આ કામ કરવા હોય  , એના એક દિવસ પહેલા જ તમે 3 સાવરણી ખરીદીને લેવા જોઈએ. 
 
* સાવરણીને કાયમ સંતાડીને રાખવી જોઈએ. સાવરણીને એવા સ્થાન પર મુકવી જોઈએ જ્યાથી તે ઘરના કે બહારના સભ્યોને દેખાય નહી.
 
* તમારા સારા દિવસ ક્યારેય ખતમ ન થાય એ માટે આપણે ભૂલથી પણ ઝાડુને પગ ન લગાવવો કે લાત ન મારવી જોઈએ. આવુ કરવાથી મા લક્ષ્મી નારાજ થઈને આપણા ઘરેથી જતી રહે છે.