શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 2 ઑક્ટોબર 2020 (18:36 IST)

ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ

મહિલાઓએ કેટલાક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ 6 કામ ન કરવા જોઈએ. ઘરની મહિલા દ્વારા જાણતા અજાણતા કરવામાં  આવેલ કેટલાક કાર્યો ઘરના બધી વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થાય છે. આવો જાણીએ એ કામ વિશે..   
 
પ્રથમ કામ - સૂરજ ડૂબ્યા ન આપવુ જોઈએ દૂધ કે દહી... પછી જો કોઈ બહારનો વ્યક્તિ દૂધ કે દહી માંગે તો ન આપવુ જોઈએ. કારણ કે આવુ કરવાથી ઘરની લક્ષ્મી બહાર  જતી રહે છે. રાત્રે સૂતા પહેલા કિચન સ્વચ્ચ કરીને સુવુ જોઈએ તેનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 
 
બીજુ કામ  - રાત્રે સૂતા પહેલા મહિલાઓએ એંઠા વાસણ સ્વચ્છ કરીને સુવુ જોઈએ.  એઠા વાસણ રાતભર ઘરના કિચનમાં છોડવા ઘરમાં અશાંતિ અને બીમારીને આમત્રણ  આપે છે. રાતભર મુકેલા એંઠા વાસણ ઘરની લક્ષ્મીને ઘરમાં પ્રવેશતા રોકે છે અને લક્ષ્મીને સ્થાઈ નથી થવા દેતા. તેથી સૂતા પહેલા બધા વાસણ સ્વચ્છ કરીને સુવુ જોઈએ. 
 
ત્રીજુ કામ - વાળ ખુલ્લા મુકીને ન સુવુ જોઈએ. આવુ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જીને આમંત્રણ આપે છે. તેથી ઘરની મહિલાઓએ વાળ ખુલ્લા મુકીને ન સુવુ જોઈએ 
 
ચોથુ કામ - રાત્રે કુડે ઘરમાં મુકશો નહી. અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમમાં થોડુ થોડુ સંચળ કે સેંધાલૂણ એક છાપા પર મુકીને જમીન પર મુકો.  સવારે સૌ પહેલા  ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર આ મીઠુ  ઘરમાં  પાણીમાં પ્રવાહિત કરી દો આવુ કરવાથી ઘરમાં કોઈએ ટોણા ટોકટા પણ કર્યા હશે તો તેની અસર નહી થાય. 
 
પાંચમુ કામ - બધી સ્ત્રીઓએ સૂતા પહેલા બધી સ્ત્રીઓએ સાવરણી દક્ષિણ દિશામાં મુકવી જોઈએ તેનાથી ધરમાં ધન લક્ષ્મીનો ભંડાર થાય છે. 
 
છઠ્ઠુ કામ - રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી  મુકીને ન સુવુ જોઈએ. જો રાત્રે પાણી તમે લઈને સૂવો છો તો પાણીને હંમેશા પાસે બરાબરીમાં મુકો. પણ માથા પાસે ન મુકશો.. નહી  તો તમારા ઘરની લક્ષ્મી રિસાઈ જશે .
 
જો આ છ કામ રોજ સાંજ પછી મહિલાઓ કરશે તો ઘરમાં હંમેશા લક્ષ્મીનો નિવાસ રહેશે.