રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (10:49 IST)

તેથી થાળીમાં એક સાથે નહી પીરસાય છે 3 રોટલીઓ? આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

હિંદુ ધર્મમાં વ્રત તહેવારના મોકા પર રોજબરોજના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ જણાવવામાં આવી છે. જેમાં સૂવા, જાગવા, ખાવા-પીવા, ઉઠવા-બેસવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમો સદીઓથી ચાલ્યા આવે છે અને પરંપરાનો ભાગ બની ગયા છે. ઘણા લોકો ચોક્કસપણે આ પરંપરાઓનું પાલન કરે છે પરંતુ તેઓ તેની પાછળના કારણોથી અજાણ છે. આવી જ એક પરંપરા છે ભોજનની થાળીમાં એકસાથે 3 રોટલી ન પીરસવાની પરંપરા. તેની પાછળ માત્ર ધાર્મિક કારણ નથી, પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે.
 
3ને માને છે અશુભ અંક 
હિંદુ ધર્મમાં માન્યુ છે કે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ સૃષ્ટિની રચના કરી છે. તેણે સૃષ્ટિના રચયિતા, પાલનહાર અને સંહારક જણાવ્યુ છે. આ હિસાબે જોઈએ તો 3ને શુભ અંક હોવુ જોઈએ. પણ હકીકતમાં તેનો ઉલ્ટો છે પૂજા પાઠ કે કોઈ પણ શુભ કામના હિસાબે  3 અંકને અશુભ ગણાય છે. તેથી ભોજનની થાળીમાં એક સાથે 3 રોટલી નહી રખાય છે. 
 
મૃતકની થાળીમાં રાખીએ છે 3 રોટલી 
તેની પાછળ માન્યતા છે કે કોઈની મૃત્યુ થઈ જાય છે ત્યારે તેને ત્રયોદશી સંસ્કારથી પહેલા મૃતકના નામથી જે ભોજનની થાળી લગાવીએ છે તેમાં 3 રોટલી રખાય છે. તેથી થાળીમાં 3 રોટલી રાખવાને મૃતકનો ભોજન ગણાય છે તેથી આવુ કરવાની મનાહી છે. 
 
તે સિવાય આ પણ કહેવાય છે કે કોઈ વ્યક્તિ થાળીમાં એક સાથે 3 રોટલી રાખીને ભોજન કરે તો તેમના મનમા બીજાથી લડાઈ--ઝગડો કરવાનો ભાવ આવે છે.