શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Updated : સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (18:17 IST)

અધિકમાસમાં આ 8 વસ્તુઓ દાન કરવાથી આખુ જીવન શુભ ફળ મળે છે

દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સાથે જ જાણતા અજાણતા કરેલા પાપ કર્મોના ફળ પણ નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રોમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. ખાસ કરીને અધિક માસમાં દાનનુ વિશેષ મહત્વ છે. આ પુણ્ય કર્મમાં સમાજમાં સમાનતાનો ભાવ કાયમ રહે છે અને જરૂરિયાત વ્યક્તિને પણ જીવન માટે ઉપયોગી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. અહી જાણો દાન સાથે જોડાયેલ એવી વાતો જેમનુ ધ્યાન રાખવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 
 
1. અન્ન, જળ, ઘોડા, ગાય, વસ્ત્ર, ગોદડી, છત્ર અને આસન આ 8 વસ્તુઓનુ દાન આખુ જીવન શુભ ફળ આપે છે. શાસ્ત્રોની માન્યતા છે કે જ્યારે આત્મા દેહ ત્યજી દે છે ત્યારે આત્માને જીવનમાં કરવામાં આવેલ પાપ અને પુણ્યોનુ ફળ ભોગવવુ પડે છે. પાપ કર્મોના ભયાનક ફળ આત્માને મળે છે. આ 8 વસ્તુઓનું દાન મૃત્યુ પછીના આ કષ્ટોને પણ દૂર કરી શકે છે. 
 
2. જે વ્યક્તિ પત્ની, પુત્ર અને પરિવારને દુ:ખી કરીને દાન આપે છે. તે દાન પુણ્ય પ્રદાન નથી કરે છે. દાન બધાની પ્રસન્નતાની સાથે આપવુ જોઈએ. 
 
3. જરૂરિયાતના ઘરે જઈને કરેલુ દાન ઉત્તમ હોય છે. જરૂરિયાતમંદને ઘરે બોલાવીને આપેલુ દાન મધ્યમ હોય છે. 
 
4. જો કોઈ વ્યક્તિ ગાય, બ્રાહ્મણ અને રોગીઓને દાન કરી રહ્યો છે તો તેને દાન આપવાથી રોકવો જોઈએ નહી. આવુ કરનારા વ્યક્તિ પાપના ભાગી થાય છે. 
 
5. તલ, કુશ, જળ અને ચોખા આ વસ્તુઓને હાથમાં લઈને દાન આપવુ જોઈએ. નહી તો તે દાન દૈત્યોને પ્રાપ્ત થઈ જાય છે. 
 
6. દાન આપનારુ મોઢુ પૂર્વ દિશાની તરફ હોવુ જોઈએ અને દાન લેનારનુ મોઢુ ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. આવુ કરવાથી દાન આપનારની વય વધે છે અને દાન લેનારની આયુ પણ ઘટતી નથી. 
 
7. પિતર દેવતાને તલની સાથે અને દેવતાઓને ચોખાની સાથે દાન આપવુ જોઈએ. 
 
8. મનુષ્યને પોતાના દ્વારા ન્યાયપૂર્વક અર્જિત કરવામાં આવેલ ધનનો દસમો ભાગ કોઈ શુભ કર્મમાં લગાવવો જોઈએ. શુભ કર્મ જેવા  કે ગૌશાળામાં દાન કરવુ કોઈ ગરીબ વ્યક્તિને જમાડવુ ગરીબ બાળકોની શિક્ષાની વ્યવસ્થા કરવી વગેરે. 
 
9. ગાય, ઘર, વસ્ત્ર, ગોદડી અને કન્યા. આનુ દાન એક જ વ્યક્તિને કરવુ જોઈએ. 
 
10. ગૌદાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે ગૌદાન નથી કરી શકતા તો કોઈ રોગીની સેવા કરવી દેવતાઓનુ પૂજન બ્રાહ્મણ અને જ્ઞાની લોકોના પગ ધોવા આ ત્રણે કર્મ પણ ગૌ દાનની સમાન પુણ્ય આપનારા કર્મ છે. 
 
11. દીન-હીન, આંધળા, નિર્ધન, અનાથ, ગૂંગા, વિકલાંગો અને રોગી મનુષ્યની સેવા માટે જે ધન આપવામાં આવે છે તેનુ મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
12 જે બ્રાહ્મણ વિદ્યાહીન છે તેને દાન ગ્રહણ ન કરવુ જોઈએ. વિદ્યાહીન બ્રાહ્મણ દાન ગ્રહણ કરે છે તો તેને નુકશાન થઈ શકે છે. 
 
13. ગાય, સોનુ, ચાંદી, રત્ન, વિદ્યા, તલ, કન્યા, હાથી, ઘોડા, પથારી, વસ્ત્ર, ભૂમિ, અન્ન, દૂધ, છત્ર અને જરૂરી સામગ્રી સહિત ઘર આ 16 વસ્તુઓના દાનને મહાદાન માનવામાં આવ્યુ છે. તેના દાનથી અક્ષય પુણ્ય સાથે જ અનેક જન્મોના પાપ પણ ધોવાય જાય છે