રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By

વિજયાદશમી(દશેરા) વિશે જાણો થોડી ખાસ વાતો

દશેરા તહેવારને ભગવતીના નામ 'વિજયા'નામ પર પણ 'વિજયાદશમી' પણ કહેવાય છે. 

એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય 'વિજય' નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે.

વિજ્યાદશમીના પૌરાણિક મહત્વ મુજબ શત્રુ પર વિજય મેળવવા માટે આ દિવસે પ્રસ્થાન કરવુ જોઈએ. આ દિવસે શ્રવણ નક્ષત્રનો યોગ વધુ શુભ હોય છે.

યુદ્ધ ન કરવાનો પ્રસંગ હોય તો પણ આ કાળમાં રાજાઓ(મહત્વપૂર્ણ પદ ધરાવતા લોકો) એ સીમાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ.

દૂર્યોધને પાંડવોને જુગારમાં હરાવીને બાર વર્ષના વનવાસ સાથે તેરમાં વર્ષે અજ્ઞાતવાસની શરત અપી આપી હતી.

તેરમાં વર્ષે જો તેમને કોઈ ઓળખી લેતુ તો તેમને ફરી બાર વર્ષનો વનવાસ ભોગવવો પડતો. આ અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને પોતાનુ ધનુષ એક શમી વૃક્ષ પર મુક્યુ હતુ અને ખુદ વૃહન્નલા વેશમાં રાજા વિરાટની પાસે નોકરી કરી લીધી હતી.

જ્યારે ગૌરક્ષા માટે વિરાટના પુત્ર કુમારે અર્જુનને પોતાની સાથે લીધો હતો ત્યારે અર્જુને શમી વૃક્ષ પરથી પોતાના હથિયાર ઉઠાવી શત્રુઓ પર વિજય મેળવ્યો હતો.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ દ્વરા લંકા પર ચઢાઈ કરવાનું પ્રસ્થાન કરતી વખતે શમી વૃક્ષે ભગવાનના વિજયની ઘોષણા કરી હતી. વિજયકાળમાં તેથી જ શમી પૂજા થાય છે.