રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (16:59 IST)

મંગળને હનુમાન પૂજાનો શું છે કારણ અને શા માટે ચઢાવાય છે આ ત્રણ વસ્તુઓ

મંગળને હનુમાન પૂજાનો શું કારણ છે અને શા માટે ચઢાવાય છે આ ત્રણ વસ્તુ મંગળવાર હનુમાનજીનો દિવસ છે. તેથી જાણો શા માટે હોય છે મંગળે હનુમાન પૂજા અને સાથે જ તેના પર ચઢાવાતી વસ્તુઓનો મહત્વ છે ખાસ મંગળવારે બજરંગબલીની પૂજા કરાય છે કારણકે પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે હનુમાનજીનો જન્મ થયું હતું. સાથે જે એ મંગળ ગ્રહના નિયંત્રણ પણ ગણાય છે. આ જ કારણે આ દિવસે હનુમાનજીની પૂજા માટે નક્કી કરાયું છે. આવું વિશ્વાય કરાય છે કે આ દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સાહસ અને આત્મશક્તિની 
પ્રાપ્તિ હોય છે. 

ધ્વજ છે મહત્વપૂર્ણ 
કહેવું છે કે મહાભારતમાં યુદ્ધમાં હનુમાનજી અર્જુનના રથના ધ્વજ પર વિરાજમાન હતા અને બધા યુદ્ધમાં તેણે પાંડવોની રક્ષા કરી હતી. તેથી આયુ રક્ષા, કોર્ટકેસ અને પરીક્ષામાં વિજય અને સંપત્તિની પ્રાપ્તિ માટે હનુમાનજીને મંગળવારે હનુમાનજી પર ત્રિકોણ કેસરિયો ધ્વજ ચઢાવાય છે. 
તુલસી પ્રેમનુ કારણ 
આ તો બધા જાણે છે કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને બધા અવતારને પણ ચઢાવાય છે. હનુમાન વિષ્ણુજીના એક અવતાર શ્રીરામના પરમ ભક્ત છે અને તુલસી ચઢાવવાથી શ્રીરામ અત્યંત પ્રસન્ન હોય છે અને જાહેર છે કે હનુમાનજીને પણ ભોજન સાથે તુલસી સમર્પિત કરવાથી પ્રસન્ન હોય છે. 
બજરંગબળીનો સિંદૂર પ્રેમ 
એક કથા મુજબ માતા સીતાને તેમના સ્વામી શ્રીરામને પ્રસન્ન કરવા માટે સેંધામાં સિંદૂર પૂરતા જોઈ હનુમાનજી એ શરીરમાં ખૂબ સિંદૂર લગાવી લીધું હતું તેથી શ્રીરામ તેનાથી પણ પ્રેમ કરે. ત્યારથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા શરૂ થઈ. એવી માન્યતા છે કે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનો તેલ ચઢાવવાથી શારીરિક વ્યાધિઓથી મુક્તિ મળે છે.