યમરાજ અને યમલોક સાથે જોડાયેલ આ રહસ્ય તમે કદાચ જ જાણતા હશો

Last Modified શનિવાર, 6 મે 2017 (00:02 IST)
હિન્દુ ધર્મમાં મૃત્યુ સાથે જોડાયેલા અનેક વાતોનુ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યુ છે.
જેના મુજબ કોઈપણ જીવ કે મનુષ્યનુ મૃત્યુ પછી યમરાજ તેના પ્રાણને લેવા આવે છે અને યમલોક લઈને જાય છે.

પણ પુરાણોમાં સાથે જોડાયેલા અનેક એવા પણ છે જેમના વિશે કોઈ કદાચ જ જાણતુ હશે. તો ચાલો તમને બતાવીએ છીએ મૃત્યુ સાથે જોડાયેલ શાસ્ત્રોમાં લાખેલ યમરાજ અને યમરાજથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો..

1. મૃત્યુ પછી પરલોક જતા જીવઆત્મા સૌથી પહેલા યમરાજને જુએ છે.
2 પદ્મ પુરાણ મુજબ યમલોક પૃથ્વીથી 86000 યોજન (12 લાખ કિલોમીટર)દૂર છે.
3. યમલોકમાં એક નદી વહે છે જેને પુષ્પોદકા નામ આપવામાં આવ્યુ છે પણ યમલોકમાં હોવા છતા તેનુ જળ ખૂબ જ શીતળ અને નિર્મલ બતાવ્યુ છે.
એટલુ જ નહી આ નદીમાં અનેક અપ્સરાઓ રહે છે.
4. યમલોકના દ્વાર પર બે વિશાળ કુતરા પહેરો આપે છે. તેનો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથો ઉપરાંત પારસી ગ્રંથોમાં કરવામાં આવ્યુ છે.
5. યમલોકના ચાર દ્વાર છે જેમા પૂર્વી દ્વારથી ફક્ત એ જ આત્માઓ પ્રવેશ કરી શકે છે જેમને ધર્માત્માઓની જેમ પુણ્યના કાર્ય કર્યા હોય.

આ ઉપરાંત દક્ષિણ દ્વારથી પાપીઓના પ્રવેશ થાય છે. જેને યમલોકમાં યાતનાઓ ભોગવવી પડે છે.


આ પણ વાંચો :