સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By કલ્યાણી દેશમુખ|

ઉત્તરાયણમાં બાળકોની ભાવતી વાનગી

W.D
સીંગદાણાની ચીક

સામગ્રી - 500 ગ્રામ સીંગદાણા, 500 ગ્રામ ગોળ, બે ચમચી ઘી. 100 ગ્રામ તલનો ભૂકો, સુકોમેવો વાટેલો એક કપ.

રીત - સીંગદાણાને સારી રીતે શેકી લો. બળવા ન જોઈએ. હવે તેના છાલટા કાઢી તેને અધકચરા વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી હલાવો. ગોળ ઓગળી જાય કે તેમાં વાટેલા સીંગદાણા નાખી અને તલનો ભુકો અને સુકોમેવો નાખી દો. હવે એક થાળીની પાછળ ઘી લગાવી આ મિશ્રણને પાથરીને વેલણ વડે વણો, તમે જેટલી પાતળી સીંગદાણાની ચીકી બનાવવા માંગતા હોય તેટલી પાતળી વણી શકો છો. ઠંડી થયા પછી તેને તોડી લો.

(નોંધ - સીંગદાણાની ચીકી કડક કરવી હોય તો ગોળના પાકને થોડો બ્રાઉન થવા દેવો, પણ ધીમા તાપે કારણકે ગોળ વધુ બ્રાઉન થશે તો બળી જશે. )

મમરાનો લાડુ

સામગ્રી - 500 ગ્રામ મમરા, 500 ગ્રામ ગોળ, 5-6 દાણા ઈલાયચી, એક ચમચી ઘી.

રીત - મમરાને સાફ કરી મુકો. એક કઢાઈમાં ઘી ગરમ કરી, તેમા ગોળને ઝીણો સમારી નાખી દો, સતત હલાવતા રહો, ગોળ સારી રીતે ઓગળી જાય કે તેમાં ઈલાયચીનો પાવડર નાખો. એક મોટા તપેલામાં મમરા નાખી તેમાં ગોળને નાખી દો. સારી રીતે હલાવો. ગોળ બધા મમરા પર ચઢી જાય કે ગરમા ગરમ જ લાડુ વાળો. હાથમાં થોડુ પાણી લગાવીને લાડુ વાળવાથી ઝડપથી લાડું વડાશે.