ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શનિ જયંતિ
Written By
Last Updated : ગુરુવાર, 18 મે 2023 (11:09 IST)

Vat savitri vrat muhurat 2023 - વટ સાવિત્રી વ્રત શુભ મુહૂર્ત

Vat Savitri Vrat puja muhura 2023
Vat savitri vrat muhurat 2023-  હિન્દુ પંચાગ મુજબ વટ સાવિત્રી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે આવે છે. શનિ જયંતિ પણ આ દિવસે આવે છે. વટ સાવિત્રી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉજવે આવે છે. એવી માન્યતા છે કે વટ સાવિત્રી વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ આ વખતે વટ સાવિત્રી વ્રત કઈ તારીખે છે.
 
 હિન્દુ કેલેન્ડર મુજબ, વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ મહિનાની અમાવસ્યા તિથિ 18 મેના રોજ રાત્રે 09.42 કલાકે શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર વટ સાવિત્રી વ્રત 19મી મેના રોજ જ મનાવવામાં આવશે. 
 
વટ સાવિત્રી વ્રતના દિવસે શોભન યોગ રચાઈ રહ્યો છે. આ વ્રત પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શોભન યોગ 18 મેની સાંજે 07:37 થી 19 મેની સાંજે 06:16 સુધી રહેશે
 
વટ સાવિત્રી વ્રત 2023 શુભ મુહૂર્ત 
હિંદુ પંચાંગ અનુસાર, વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસે આવે છે. આ વખત અમાસ તિથિની શરૂઆત 18 મે રાત્રે 9.42 મિનિટ પર થશે અને તેનો અંત 19 મેએ રાત્રે 9.22 મિનિટ પર થશે. ઉદયાતિથી અનુસાર, વટ સાવિત્રી વ્રત આ વખતે 19 મેએ જ રાખવામાં આવશે. 
 
Edited by-Monica Sahu