ગુલાબનું શરબત

rose sharbat
સામગ્રી - 2 કિલો ખાંડ, 1 ચમચી સાઈટ્રિક એસિડ, 2 ચમચી રોઝ ફ્લેવર, 2 ચમચી લાલ રંગ (લિકવિડ)

બનાવવાની રીત - ખાંડમાં 1 કિલો પાણી અને સાઈટ્રિક એસિડ ભેળવીને ઉકાળો, વચ્ચે વચ્ચે હલાવતા રહો ચાસણી તૈયાર થાય કે ઉતારીને ઠંડી થવા દો. જ્યારે આ એકદમ ઠંડી થઈ જાય ત્યારે તેમાં રોજ ફ્લેવર અને લાલ રંગ ભેળવી દો. આ મિશ્રણને ચોખ્ખી બોટલમાં ભરી લો. 1 ડબ્બામાં મીણ ઓગાળીને બોટલને સારી રીતે બંધ કરી મીણમાં ઊંધી કરી તેમા ડુબાવી તરત જ કાઢી લો. આ રીતે ઢાંકણની ચારે બાજુ મીણ લાગી જવાથી અંદર હવા નહી જાય.

બનાવતી વખતે એક ગ્લાસમાં ત્રીજો ભાગ અને બે ભાગ પાણી ભેળવીને બરફ નાખીને સર્વ કરો.


આ પણ વાંચો :