શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2023 (12:24 IST)

શા માટે ભગવાન શિવનું જ લિંગ રૂપમાં પૂજન થાય છે ?

shiv and shivling
શિવલિંગની મહિમા - ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનુ પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે. 
 
શિવજીના સંબંધમાં પ્રાય : આ પ્રશ્ન કરવામાં આવે છે કે તેમની જ પૂજા લિંગ રૂપમાં કેમ કરવામાં આવે છે ? હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે. પછી શિવ જ લિંગના રૂપમાં કેમ પૂજવામાં આવે છે?  
એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા સમગ્ર બ્રહ્માંડની પૂજા સમાન માનવામાં આવે છે. આમ તો શિવજીની પ્રતિમા, ચિત્ર વગેરેનુ પૂજન પણ કરવામાં આવે છે પણ મોટાભાગે તેમના લિંગ રૂપનુ પૂજન થાય છે. હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનુ સ્થાન. 
 
બધુ જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગ રૂપનુ પૂજન થાય છે તો તેમા સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે. તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે. 
 
શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે.  તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ ગ્રહ-નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે. 
વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ  છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેદ્રિયાં, 5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે. પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાય જાય છે. 
 
શિવલિંગની મહિમા - શિવલિંગ માં ત્રીદેવો ની શક્તિ નિહિત છે. શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે. શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી. તેથી લિંગ રૂપનુ પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગના મૂળ માં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારી ના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગ ની પૂજા થી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજા ની સમાન છે શિવ ના નિરાકાર શિવલિંગ ની પૂજા.
 
જ્યારે સમુદ્ર મંથન સમયે તમામ દેવતાઓ અમૃત માટે આતુર હતા, તે સમયે ભગવાન શિવને હલાહલ ઝેર મળ્યું. તેણે તે ઝેર પોતાના ગળામાં લીધું, જેના કારણે તેને 'નીલકંઠ' કહેવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને કારણે ભગવાન શિવનું શરીર ફૂલી ગયું અને શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ ચાલુ છે. શિવલિંગને ભગવાન શિવના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેની પૂજા નિયમો અને નિયમો અનુસાર કરવામાં આવે છે.