શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: શનિવાર, 11 જુલાઈ 2020 (12:01 IST)

શ્રાવણમાં શિવજીની ઉપાસના શ્રેષ્ઠ ગણાય છે

દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ આવે છે જેમાં ભગવાન શિવની ઊપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સત્ય-જ્ઞાન-અનંત અને સચ્ચિત્ આનંદ રૃપે શિવતત્ત્વ પ્રસીધ્ધ છે. આકાશની માફક શિવતત્ત્વ સર્વ વ્યાપક છે. ભક્તિ બે પ્રકારની છે. સગુણ તથા નિર્ગુણ. સદાશિવ-વિષ્ણુ-રૃદ્ર-બ્રહ્મા આમાં નિર્ગુણ કોણ? જે પરમાત્માથી અવતરેલા છે જેને વેદાંતીઓ 'શિવ' તરીકે જાણે છે. આ શિવથી પુરૃષ સહિત પ્રકૃતિ પ્રગટ થઈ બે સ્થળે એમણે જળમાં રહી તપ કર્યું. આ પંચકોશી શિવજીને પ્રિય છે.
 
બ્રહ્મા અને વિષ્ણુ બન્નેમાંથી મોટું કોણ? એ વિવાદ ઊભો થયો ત્યારે નિર્ગુણ શિવે જે રૃપ પ્રગટ કર્યું તે 'મહાદેવ' નામે પ્રસિધ્ધ થયું.
 
આમ ભગવાન શિવજીની ઊપાસના શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તજનો શિવાલયમાં જઈ શિવલિંગ ઉપર જળ-દૂધ તથા પંચામૃત ચઢાવે છે. ભગવાન શિવજીના મંદિરમાં તેમના ઉપર ગળતી ચઢાવી તેમાં જળ તથા દૂધ મિશ્રીત કરી રૃદ્રાભિષેક કરવામાં આવે છે. આ રૃદ્રાભિષેક વખતે અષ્ટાધ્યાયી રૃદ્રીનો પાંચમો અધ્યાય
 
નમસ્તે રૃદ્રવમન્યવ ઊતોત ઈખવે
બાહુભ્યાં મૂતતે નમઃ । જાતે રૃદ્ર
શિવા તનૂરધોરા પાપ કાશિનિ તથા નસ્તન્વા
સંત મયા ગિરિ શંતા ભિચાકસિહિ ।।
આ અધ્યાય અગિયાર વાર બોલવાથી એક રૃદ્રાભિષેક ગણાય અથવા શિવ મહિમ્ન સ્તોત્ર અગિયાર વાર પણ બોલવાથી એક રૃદ્રાભિષેક ગણાય છે. આ માસમાં બિલ્વપત્રનો પણ મહિમા અતિ કલ્યાણકારી છે. ત્રણ પત્રવાળું બીલીપત્ર જે મહાદેવજીને ખુબજ પ્રિય છે.
 
બિલ્વપત્રની પણ કથા છે - એકવાર દેવી ગિરજાના વિશાળ લલાટ પર પરસેવાનું એક બિંદુ ઉપસી આવ્યું તે બિંદુ દેવીએ લુછી પૃથ્વી ઉપર ફેંક્યું. તેનું વિશાળ વૃક્ષ થયું. એકવાર ભ્રમણ કરતાં દેવીએ આ ઘટાદાર વૃક્ષ જોયું તેથી દેવીએ તેનું નામ રાખ્યું 'બિલ્વ' જે બિંદુથી પ્રગટ થયું. આ બિલ્વના મૂળમાં શિવ-પાર્વતી તેના થડમાં દેવી દાક્ષાયણી તેની શાખાઓમાં મહેશ્વરી દેવી તેના પત્રમાં દેવી પાર્વતીજી - તેના ફળમાં માતા કાત્યાયની તેની છાલમાં ગૌરી દેવી અને તેના પુષ્પમાં ઊમા દેવીનો વાસ છે. તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે. આમ બિલ્વ પત્ર ચઢાવવાથી ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે જેના પણ મંત્ર છે.
 
''ૐ ત્રિદલં ત્રિગુણાકારં, ત્રિનેત્રંચત્રિયાયુદ્યમ્
ત્રિજન્મ પાપ સંહારં એક બિલ્વં શિવાર્પણમ્''
અથવા પંચાક્ષર મંત્ર
''।। ૐ નમઃશિવાય ।।''
 
આ મંત્ર પણ તેટલું જ ફળ આપે છે.
 
પાવન આ શ્રાવણ માસમાં પાર્થેશ્વર પૂજા પણ કરવાથી મુક્તિ મળે છે. હરરોજ નદી અથવા તળાવ કિનારેથી નૂતન માટી લાવી જુદા જુદા બાણ બનાવી મધ્યમાં શિવલિંગ અને ઊપર શેષનારાયણ બનાવી મૂકવામાં આવે છે. જેની દરરોજ પુજા કરવામાં આવે છે. દર શ્રાવણ માસમાં મૃત્યુંજયનો જપ કરવામાં આવે છે તેના પણ મંત્રો છે.
 
''ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઊર્વારૃકમિવ બંદ્યનાન્ મૃત્યુર મોક્ષિ યમામૃતાત ।।''
 
અથવા -
 
''મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્
જન્મ મૃત્યુજરા વ્યાધિ પિડિતંકર્મ બંધન''
 
આવા મંત્રથી શિવજીનો જય કરવાથી તમામ દુઃખ-દારિદ્રય રોગ અને કર્મની પિડાના બંધનમાંથી મુક્તિ મળે છે. તો આવા પાવનકારી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની ઊપાસના કરી ધન્ય અને કૃતાર્થ બનીએ...