ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. શીખ
  3. શીખ તીર્થ સ્થળ
Written By
Last Updated : ગુરુવાર, 18 નવેમ્બર 2021 (10:16 IST)

History of Kartarpur - જાણો પાકિસ્તાનના કરતારપુર સાથે જોડાયેલ 8 અજાણી વાતો

ભારત પાકિસ્તાન બોર્ડર નિકટ સ્થિત ગુરૂદ્વાર દરબાર સાહિબ કરતારપુર એ સમયે મીડિયાની ચર્ચામાં બન્યુ છે. આ ગુરૂદ્વારા સિખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવજી સાથે સંબંધિત છે. મીડિયા સમાચાર મુજબ આ વર્ષે ગુરૂ નાનકની 550મી જયંતીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પંજાબના નેતા નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પાકિતાન સરકાર સામે ભારતથી એક કોરિડોર બનાવવાની માંગ મુકવામાં આવી. 
 
આ કોરિડોર સીધો પાકિસ્તાનના આ ગુરૂદ્વારા સુધી જશે જેને કારણે સિખ શ્રદ્ધાળુ આ ધાર્મિક સ્થળના દર્શન કરી શકે છે. હાલ ભારતીય અને પાકિસ્તાની બંને સરકારો તરફથી કોરિડોરને મંજુરી મળી છે. કૉરિડોર બન્યા પછી ભારતમાં વીઝા વગર જ સિખ શ્રદ્ધાલુ પાકિસ્તાનમાં દાખલ થઈ શકે છે. 
 
આ પ્રોજેક્ટ  હેઠળ ભારતમાં પંજાબ ગુરૂદાસપુરથી એક બ્રિઝ બનાવવામાં આવશે. પાકિસ્તાન જનારા સિખ શ્રદ્ધાળુ આ બ્રિઝ પરથી સીધુ ગુરૂદ્વારા સાહિબ પહોચશે.  તેમને ગુરૂદ્વારા દરબાર સાહિબના ઉપરાંત પાકિસ્તાનમાં બીજે ક્યાય પણ જવાની અનુમતિ નહી રહે. 
 
ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતાપુર ઈતિહાસ, રોચક તથ્ય 
 
1. ગુરૂદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સિખ ધર્મનુ એ પવિત્ર સ્થળ છે જ્યા આ ધર્મના સંસ્થાપક શ્રી ગુરૂ નાનક દેવજીએ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. 
 
2. સિખ ઈતિહાસના મુજબ જીવનભરનુ જ્ઞાન એકત્ર કર્યા પછી ગુરૂ નાનક કરતારપુરના આ સ્થળ પર આવ્યા અને જીવનના અંતિમ 18 વર્ષ તેમને અહી વિતાવ્યા. 
 
3. આ સ્થાન પર તેમણે એ લોકોને પોતાની સાથે જ ઓડ્યા અને તેમને એકેશ્વરાદનુ મહત્વ સમજાવ્યુ. તેમને એ ઉપદેશ આપ્યો કે આખી દુનિયાના કર્તા ધર્તા ફક્ત એક અકાલ પુરખ છે. તે અકાલ પુરખ નિરંકાર (નિર-આકાર) છે. 
 
4. ગુરૂ નાનકે આ સ્થાન પર પોતાની રચનાઓ અને ઉપદેશોના કેટલક પાનની એક પોથીનુ રૂપ આપ્યુ અને તેને આગલા ગુરૂના હાથમાં સોંપી દીધુ હતુ. આ પાનમાં આગળના ગુરૂઓ દ્વારા વધુ રચનાઓ જોડાઈ અને અંતમા સિખના ધાર્મિક ગ્રંથની રચના કરવામાં આવી. 
 
5. ગુરૂ નાનકે 22 સપ્ટેમ્બર 1539ના રોજ આ સ્થાન પર પોતાના અંતિમ શ્વાસ લીધા. કહેવાય છે કે તેમની મૃત્યુ પછી કોઈને પણ તેમનુ શબ મળ્યુ નહી. શબને બદલે કેટલાક ફુલ મળ્યા જેને હિન્દુઓએ સળગાવી દીધા અને મુસ્લિમ ભાઈઓએ દફન કર્યા. 
 
6. ભારત-પાકિસ્તાન ભાગલા પછી લાખો સિખ પાકિસ્તાનથી ભારત આવી ગયા. ત્યારે આ ગુરૂદ્વારા વીરાન પડી ગયુ.  પણ કેટલાક વર્ષો પછી નાનકના મુસ્લિમ શ્રદ્ધાળુએ તેને સાચવ્યુ.  તેઓ અહી દર્શન કરવા માટે આવવા લાગ્યા અને તેની દેખરેખ કરવા લાગ્યા.  પાકિસ્તાનના સિખો માટે ગુરૂદ્વારા દરબાર સાહિબ, કરતારપુર તેમના પ્રથમ ગુરૂનુ ધાર્મિક સ્થળ છે. તો બીજી બાજુ અહીના મુસ્લિમો માટે આ તેમના પીરનુ સ્થાન છે. 
 
7. વર્ષો પછી પાકિસ્તાન સરકારનુ પણ આ સ્થાન પર ધ્યાન ગયુ.  ગુરૂદ્વારા દરબાર સાહેબના નવીનીકરણ પર કામ કરવામાં આવ્યુ.  મે 2017માં એક અમેરિકી સિખ સંગઠનની મદદથી ગુરૂદ્વારાની આસપાસ મોટી ગણતરીમાં ઝાડ લગાવવાનુ કામ પણ કરવામાં આવ્યુ. 
 
8. આ ગુરૂદ્વારા ભારતમાં પાકિસ્તાની સીમાથી 100મીટરના અંતર પર સ્થિત ડેરા બાબા નનાકથી દૂરબીનની મદદથી જોવા મળે છે. દૂરબીનથી ગુરૂદ્વારા દરબાર સાહિબના દર્શનનુ આ કામ CRPFની નજરમાં કરવામાં આવે છે.