ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

માતા ગુજરીજીની કુરબાની

W.DW.D

નારી શક્તિની પ્રતિક, વાત્સલ્ય, સેવા, પરોપકાર, ત્યાગ, ઉત્સર્ગની શક્તિ સ્વરૂપા માતા ગુજરીજીનો જન્મ કરતારપુર (જાલંધર) નિવાસી લાલચંદ તેમજ બિશન કૌરજીના ઘરે ઇ.સ. 1627 માં થયો હતો.

8 વર્ષની ઉંમરમાં તેઓના લગ્ન કરતારપુરમાં શ્રી તેગબહાદુર સાહેબ સાથે થયાં હતાં.

લગ્નના થોડાક સમય બાદ ગુજરીએ કરતારપુરમાં મુગલ સેનાની સાથે થયેલ યુધ્ધને પોતાની આંખેથી મકાનની છત પર ચડીને જોયું. તેઓએ ગુરુ તેગબહાદુરને લડતાં જોયા અને ખુબ જ શાંતિથી તેઓની હિંમત વધારીને પોતાની હિંમત અને બહાદુરીનો પરિચય આપ્યો હતો. ઇ.સ. 1666 માં પટના સાહેબમાં તેઓએ દસમા ગુરૂ ગોવિંદસિંહને જન્મ આપ્યો.

પોતાના પતિ તેગબહાદુરજીને હિંમત તેમજ ધીરજની સાથે કાશ્મીરના પંડિતોનો અવાજ સાંભળીને ધર્મરક્ષાના હેતુથી શહીદી આપવા માટે મોકલવાની જે હિંમત તેઓએ બતાવી તે જ વિશ્વના ઇતિહાસમાં અદ્વિતિય છે.

ઇ.સ. 1675માં પતિની શહીદીના બાદ તેઓનું કપાયેલ પવિત્ર મસ્તક જે ભાઇ જીતાજી લઇને આવ્યાં હતાં તેઓના આગળ માતાજીએ પોતાનું માથુ નમાવીને કહ્યું હતું કે તમે તો નિભાવી દીધી હવે મને પણ એટલી હિંમત આપજો કે પણ નિભાવી શકુ.

ઇ.સ. 1704 માં આનંદપુર પર હુમલા બાદ આનંદપુર છોડતી વખતે સરસા નદી પાર કરતા ગુરૂ ગિવિંદસિંહનો આખો પરિવાર વિખુટો પડી ગયો હતો. માતાજી અને બે નાના પૌત્રો ગુરૂ ગોવિંદસિંહજી તેમજ તેઓના બે મોટા ભાઇઓથી અલગ-અલગ થઈ ગયાં. સરસા નદી પાર કરતાંની સાથે જ ગુરૂ ગોવિંદસિંહજી પર દુશ્મનોની સેનાએ હુમલો કરી દીધો હતો.

ચમકૌર સાહેબની ગઢીના આ ભયાનક યુધ્ધમાં ગુરૂજીના બે મોટા સાહેબજાદાઓએ શહીદી મેળવી હતી. સાહબજાદા અજીતસિંહજીને 17 વર્ષ અને સાહેબજાદા જુઝારસિંહને 14 વર્ષની ઉંમરમાં ગુરૂજીએ પોતાના હાથેથી શસ્ત્ર સજાવીને મૃત્યુંનો સામનો કરવા માટે ધર્મયુધ્ધ ભૂમિમાં મોકલ્યા હતાં.

સરસા નદી પર વિખુડા પડી ગયેલ માતા ગુજરીજી તેમજ નાના સાહિબજાદા જોરાવરસિંહજી 7 વર્ષ તેમજ સાહબજાદા ફતહસિંહજીને 5 વર્ષની ઉંમરમાં ધરપકડ કરવામાં આવી હતી.

તેઓને સરહંદના નવાબ વજીર ખાંની સમક્ષ રજુ કરીને ઠંડી કોઠળીમાં કેદ કરી દીધા હતાં અને ફરીથીઘણા દિવસો સુધી નવાબ, કાજી તથા અન્ય નોકરોને અદાલતમાં બોલાવીને ધર્મ પરિવર્તન માટે ઘણા પ્રકારની લાલચ તેમજ ધમકીઓ આપતાં રહ્યાં.

બંને સાહેબજાદાઓ ગરજીને જવાબ આપતાં હતાં કે અમારી લડાઇ અન્યાય, અધર્મ તેમજ જોર-જુલ્મ તથા જબરજસ્તીના વિરોધમાં છે. અમે તમારા આ જુલ્મના વિરોધ સામે પોતાના પ્રાણ આપી દઈશુ પરંતુ નમીશું નહી. એટલા માટે વજીર ખાંએ 26 ડિસેમ્બર 1704ના રોજ તેઓને જીવતાં ચણાવી દીધા હતાં.

સાહેબજાદોની શહીદીના બાદ ખુબ જ ધીરજ સાથે ભગવાનનો આભાર કરતાં માતા ગુજરીજીએ પ્રાર્થના કરી તેમજ 26 ડિસેંમ્બરે 1704 ના દિવસે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતાં.