શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ભીખણ શાહે ગુરૂ ગોવિંદસિંહજીના દર્શન કર્યા

W.D

કરનાલની નજીક સિયાણા ગામમાં એક મુસલમાન સંત ફકીર ભીખણ શાહ રહેતો હતો. તેણે પરમાત્માની એટલી બધી ભક્તિ અને તપસ્યા કરી હતી કે તેની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું હતું. પટનામાં જ્યારે ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો તે વખતે ભીખણ શાહ પોતાની સમાધિ લગાવીને બેઠા હતાં. તેમણે સમાધિની અંદર પ્રકાશ દેખાયો અને તેમાં તે બાળકનું પ્રતિબિંબ પણ દેખાયું. તેઓ સમજી ગયાં કે આ પૃથ્વી પર કોઈ મહાન આત્માએ જન્મ લીધો છે.

આ પ્રકાશ તેમને પૂર્વ દિશામાં ગંગા નદીને કિનારે દેખાયો હતો જે પટના હતું. તેમણે પોતાના મનની અંદર નિર્ણય કરી લીધો કે મારે આ બાળકના દર્શન કરવા છે અને પોતાના થોડાક સાથીઓને પોતાની સાથે લઈને તેઓ પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યાં. આખરે કેટલાય દિવસની યાત્રા બાદ તેઓ પટના આવી પહોચ્યા અને તેમણે જાણી લીધું કે કયા મહાન માણસના ઘરે બાળકનો જન્મ થયો છે.

જ્યારે તેમના ઘરે પહોચીને તેમણે બાળકના દર્શનની ઈચ્છા પ્રગટ કરી તો બાળકના મામા બાળકને ઉઠાવીને બહાર લઈ આવ્યાં. દર્શન કરવા માટે તેમની સાથે અન્ય લોકો પણ આવ્યાં હતાં. ભીખણ શાહે માથુ નમાવીને તેમની આગલ ભેટની વસ્તુઓ ધરી. તેઓ તેમની પરિક્ષા લેવા માટે માટીની બે કુલડીઓ લાવ્યાં હતાં અને તેની અંદર પણ થોડીક વસ્તુઓ હતી. જ્યારે તેમણે બંને કુલડીઓને બાળકની આગળ ધરી તો બાળકે બંને પર હાથ મુક્યો. ભીખણ શાહ આ બાળકના પગમાં પડી ગયો અને ત્યાર બાદ બંને કુલ્હાડીઓ લઈને બહાર આવ્યો.

ભીખણ શાહના આ રહસ્યને તેમના શિષ્યો સમજી શક્યાં નહિ તેમણે તેમને આવુ કરવાનું કારન પુછ્યું. તો ભીખણ શાહે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે પરમાત્માનો અવતાર થયો છે ત્યારે મને લાગ્યું કે તે કોઈ એક પક્ષનો ઉદ્ધાર કરશે અને બીજાનો નાશ. તો આ પ્રશ્નોને જાણવા માટે મે વિશેષ રૂપે બે કુલડીઓ તૈયાર કરાવડાવી હતી. મે આ બંનેને બાળકની આગળ ધરી તો બાળકે બંને પર હાથ મુકીને મારા પ્રશ્નનો જવાબ આપી દિધો. હુ તે વખતે સમજી ગયો કે આ બાળક અન્યાય અને અત્યાચારનો સામનો કરશે અને તેને નષ્ટ કરશે. આ હિંદુ અને મુસલમાન બંનેનો સાથી બનશે. સત્ય બોલનારની સાથે રહેશે.

થોડાક દિવસોમાં તો આ ઘટનાની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ લોકો આ બાળકના દર્શન કરવા માટે આવવા લાગ્યા.