રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

કંઈ ખાસ છે ગુરૂ ગોવિંદસિંહજી

સતમીત કૌર
N.D
ગુરૂ ગોવિંદસિંહજી વિશે કંઈ પણ લખવું તે ખુબ જ મુશ્કેલ છે કેમકે સાહિબ-એ-કલામ બાદશાહ દરવેશ ગુરૂ ગોવિંદસિંહજી જેવું કોઈ થયું નથી અને થશે પણ નહી.

તેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.

જો તેમને પિતાના રૂપમાં જોઈએ તો તેમના જેવા મહાન પિતા કોઈ નથી જેમણે પોતે પોતાના પુત્રોના હાથમાં શસ્ત્રો આપીને કહ્યું કે જાઓ મેદાનમાં જઈને દુશ્મનનો સામનો કરો અને શહીદીના જામને પીવો.

તેમને જો એક લેખકના રૂપમાં જોઈએ તો તે ધન્ય છે. તેમનો દસમ ગ્રંથ, તેમની ભાષા, તેમના આટલા બધા ઉંચા વિચારોને સમજવા કોઈ સામાન્ય બાબત નથી.

જો તેમને એક યોદ્ધાના રૂપમાં જોવામાં આવે તો આશ્ચર્ય થાય છે કે તેમણે દરેક તીર પર એક તોલો સોનું લગાવ્યું હતું. જ્યારે આ સોનુ લગાવવાનું કારણ પુછવામાં આવ્યું કે આનાથી તો દુશ્મન મરે છે તો પછી આ સોનું લગાવવાનું કારણ શું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે મારો કોઈ દુશ્મન નથી. મારી લડાઈ જાલીમના જુલ્મની વિરુદ્ધ છે. આ તીર વડે જે કોઈ ઘાયલ થશે તે તેની પર લાગેલા સોનાની મદદ વડે તેની સારવાર કરાવી શકશે અને જો કોઈનું મૃત્યું થશે તો તેના અંતિમ સંસ્કાર થઈ શકશે.

જો તેમને એક ત્યાગીના રૂપમાં જોઈએ તો આનંદપુરના બધા જ સુખ છોડી દિધા. તેમણે માની મમતા, પિતાનો પ્રેમ, બાળકોનો મોહ વગેરેને ખુબ જ સરળતાથી ધર્મની રક્ષા માટે ત્યાગી દિધા હતાં.

તેમના જેવા ગુરૂ પણ કોઈ જ નથી જેમણે શીખોના ચરણોમાં બેસીને અમૃત માંગ્યું હતું અને તેમને વચન આપ્યું હતું કે હું તમારો સેવક છું તમે જે હુકુમ કરશો તે મને મંજુર હશે. સમય આવવા પર તેમણે શીખોના હુકુમનું પાલન પણ કર્યું હતું.

તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ પરોપકારમાં પસાર કરી હતી. તેમના જેટલા ગુણોના વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે.