બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ વાગ્દેવીની પૂજા-અર્ચનાનું મહત્વ છે. બંગાળની અંદર વિશેષ રૂપથી સરસ્વતીને પૂજ્ય માનવામાં આવે છે. સરસ્વતીનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં એક નદી અને એક દેવી બંને રૂપે કરવામાં આવે છે.
ભગવતી સરસ્વતીના આ મંત્રો કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આ શ્લોક દ્વારા વિધિ-વિધાન વડે દેવી સરસ્વતીની સાધના કરીને ઘણાં મહાપુરૂષો પરમ પ્રજ્ઞાવાન થઈ ગયાં છે. સરસ્વતી સાધકને શુદ્ધ ચરિત્રવાન હોવું જોઈએ. માંસ અને દારૂ જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. સનાતન પરંપરામાં આજે પણ અધોલિખિત શ્લોકનો જાપ બુદ્ધિ ચૈતન્ય હેતુ ખુબ જ સહાયક માનવામાં આવે છે.