ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. વસંતોત્સવ
Written By વેબ દુનિયા|

વસંતમાં તમે પણ મસ્ત બનો...

N.D
પારંપારિક :
વસંતપંચમી પર કેટલાયે ઘરોમાં સાર્વજનિક રીતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવામાં સાડી અને સલવાર સુટ સૌથી સારો પોશાક દેખાય છે. પારંપારિક પૂજા અને સમારોહની અંદર આ ચાર ચાંદ લગાવી દે છે. સીધા, ઉલ્ટા પાલવવાળી અને બંગાળી સ્ટાઈલથી પહેરેલી સ્ટાઈલ બધાથી અલગ બનાવી દે છે. આ પ્રસંગે તમે કોટન, જ્યોર્જેટ, શીફોન અને સિલ્કની સાડી પણ પહેરી શકો છો. પીળા રંગનો ખાસ સમાવેશ કરવાનું ન ભુલશો. આ જ રીતે પારંપારિક પીળા અને લાલ બાંધણી વડે બનેલા સલવાર સુટ કે પછી પીળા લ્હેરિયા, કોટન અને બટિકમાં સરસોના રંગના પરિધાન પણ સુંદર લાગશે. તમને પસંદ હોય તો પીળા રંગની સાથે મલ્ટી કલરના દુપટ્ટા કે પછી પીળી સાડીની સાથે વર્કવાળા કોંટ્રાસ્ટ બ્લાઉઝનો પ્રયોગ પણ કરી શકો છો.

આધુનિક :
બજારમાં શિફોન અને સિલ્ક સિવાય પણ હલ્કા ફેબ્રિકમાં લોંગ અને શોર્ટ સ્કર્ટ ઘણાં મળે છે. આને તમે ઓફ શોલ્ડર કે પછી હોલ્ટર ટોપથી સાથે પણ પહેરી શકો છો. આ સિવાય સામાન્ય ઠંડીમાં ડેનિસમની સાથે પીળા રંગના શિફોન ટોપ કે પછી પ્રિંટેડ ફૂલ પાનવાળો શર્ટ પણ શાનદાર લુક આપે છે. આટલું જ નહિ આ સિવાય ખુબ જ સુંદર રેંપ અરાઉંડ પણ મળે છે આની સાથે પણ તમે પીળો કે કેસરી રંગ ભેળવીને શાનદાર પ્રયોગ કરી શકો છો. આ જ રીતે તમે જીંસ, સ્ક્ર્ટ કે સુટની સથે કલરફુલ કે પીળા રંગના સ્ટોલનો પ્રયોગ પણ કરી શકો છો.

જ્વેલરી :
આમ તો પીતાભુષણ એટલે કે સોનાના ઘરેણાં જ ખાસ કરીને પહેરવામાં આવે છે. પરંતુ જો તમને પસંદ હોય તો નવા જમાનાની ઈમિટેશન અને એથનિક જ્વેલરીનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને બીડસને તમે સાડી, સલવાર-સુટ અને વેસ્ટર્ન આઉટફીટની સાથે પહેરી શકો છો. જો તમે વસંતપંચમીના દિવસે ખાસ લુક આપવા માંગતા હોય તો તેના માટેની સારી રીત છે ફૂલના ઘરેણાં. આ ઘરેણાં તમને એકદમ અલગ લુક આપશે પરંતુ હા લાંબા આયોજનમાં તે તમને સાથ નહી આપી શકે. આવામાં જો તમને પસંદ હોય તો આર્ટીફીશિયલ ફ્લાવરથી બનેલા ઘરેણાંનો તમે ઉપયોગ કરી શકો છો. આની સાથે ઘણી બધી મેટલ અને કાચની બંગડીઓ પહેરો. આ સિવાય લાકડાનું લાલ, પીળું કે ઓરેંજ કલરનું કડુ તમારા વ્યક્તિત્વને વધારી દેશે.

એસેસરીઝ:
પર્સ હોય, ફુટવેર હોય કે રિસ્ટ વોચ, હવામાનમાં બદલાતા રંગોની સાથે તમે આનો ઉપયોગ કરી શકો છો. આમ તો કલ્ચ અને શોલ્ડર બેગ બંને આની સાથે સારા લાગે છે. પરંતુ તમે તેની સાથે ઝોલા ટાઈપની બેગ રાખશો તો તે વધારે આકર્ષક દેખાશે. બિલકુલ એવુ દેખાશે જેવું પ્રકૃતિના આગમનની સાથે પ્રકૃતિનું રૂપ સજી ઉઠે છે. આની સાથે જાડા પટ્ટાવાળી અને સેમી પ્રેશિયસન સ્ટોનથી સજાવેલી ઘડિયાળ પણ પહેરી શકો છો. આ સિવાય ફુટવેરમાં મોજડી અને તેની પર થોડીક ઘુઘરીઓ પણ સજાવેલી હશે તો પછી પુછવું જ શું?

તો આ રીતે વસંતના રંગમાં રંગાઈ જાવ અને મનને પ્રફુલ્લતાનો આ ઉત્સવ ઉજવવા દો જે પ્રેમ અને શ્રૃંગારની સાથે જોડાયેલ છે.