મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (14:20 IST)

પ્રાઈવેટ જેટથી લઈને આલીશાન બંગળાના માલિક છે અક્ષય કુમાર, કમાની જાણીને ઉડી જશે હોંશ

બૉલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારનો સંઘર્ષ બૉલીવુડ માટે કોઈ ઓછું નથી રહ્યું. એક વેટરથી સુપરસ્ટાર બનતામાં તેને વર્ષો લાગી ગયા. મેહનત અને અનુશાસનએ અક્ષયને તે સફળતા આપી જેના વિશે કોઈ પહોંચવું તો દૂર વિચારી પણ નથી શકતું. વર્ષ 1991માં સૌંગંધ ફિલ્મથી તેમના બોલીવુદ કરિયરની શરૂઆત કરતા અક્ષય કુમારનો જનમદિવસ 9 સેપ્ટેમબર 1967ને થયું હતું. આજે તેમનો જનમદિવસ છે. 
અક્ષય કુમાર તાજેતરમાં જ દુનિયાના સૌથી વધારે કમાણી કરનાર ચોથા એક્ટર બન્યા છે. ફોર્બસ લિસ્ટમાં તેમનો નામ ચોથા નંબર પર છે. હેરાનીની વાત આ છે કે આ લિસ્ટમાં કોઈ બીજા ભારતીય એક્ટરનો નામ શામેલ નથી. આ હિસાબે ભારતના સૌથી વધારે કમાણી કરનાર એક્ટર બની ગયા છે. 
ફોર્બસના મુજબ અક્ષય કુમારની કુળ કમાણી 69 મિલિયન ડાલર (જૂન 2018થી જૂન 2019 સુધી) એટલે કે આશરે 144 કરોડ રૂપિયા છે. ટાઈમ્સ ઑફ ઈંડિયાના મુજબ તેમની નેટવર્થ 150 મિલિયન એટલે કે 10.74 અરબથી વધારે છે. અક્ષય કુમાર લગજરી લાઈફના શોખીન છે. તેમની પાસે પોતાનો પ્રાઈવેટ પ્લેન, આલીશાન બંગળો અને ઘણી મોંઘી ગાડીઓ છે. 
બૉલીવુડના કેટલાક સ્ટાર્સ જ છે તેમની પાસે પોતાનો પ્રાઈવેટ પ્લેન છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર પણ આવે છે. અક્ષય હમેશા તેમના આ પ્રાઈવેટ જેટથી જ યાત્ર કરે છે. મીડિયા રિપોર્ટના મુજબ તેમની કીમત આશરે 260 કરોડ રૂપિયા છે. 
 
અક્ષય કુમારનો ઘર પણ કોઈ મહેલથી ઓછું નથી. તેમનો ઘર મુંબઈના જૂહૂ બીચ ક્ષેત્રમાં છે. બંગળાથી સમુદ્રનો દ્રશ્ય જોવાય છે. તેમનો પૂર્ણ ઈંટીરિયર અક્ષ્ય કુમારની વાઈફ અને અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તૈયાર કર્યું છે. એક રિપોર્ટ મુજબ આ બંગળાની કીમત આશરે 80 કરોડ રૂપિયા છે. 
 
અક્ષય કુમારને કારના પણ ખૂબ શોખ છે. તેમની પાસે એકથી વધીને એક લગ્જરી કાર છે. રૉલ્સ રૉયસ ફેંટમના સિવાય તેમની પાસે Bentley Continental Flying Spur પણ છે. તે સિવાય તેમની પાસે ઘણી મોંઘી મોટરસાઈકલ પણ છે. તેમાં યામાહા વીમેક્સ અને હાર્લે ડેવિડસન શામેલ છે.